ભારત સહિત સમગ્ર વિશ્વ કોરોના વાયરસની મહામારી સામે સંઘર્ષ કરી રહ્યું છે. ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર પણ પૂરી તાકાત અને તૈયારી સાથે કોરોના સામે લડી રહ્યા છે. કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં 03 મે સુધી લોકડાઉન લંબાવેલ છે. ત્યારે આવા કપરા સમયે ગરીબો તેમજ રોજે-રોજ કમાઈને ખાનારા લોકો માટે જીવન નિર્વાહ કરવું ભારે મુશ્કેલ થઈ પડ્યું છે. રાજ્ય સરકાર તેમજ વહીવટી તંત્ર દ્વારા રાશન સહિતની ચીજ વસ્તુઓ પુરી પાડવામાં આવી રહી છે. સાથે સાથે સામાજિક કાર્યકર્તાઓ દ્વારા પણ જરૂરિયાતમંદ લોકોને રાશન સહિતની જરૂરી ચીજવસ્તુઓની કિટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
કોરોના મહામારી વચ્ચે દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા ખાતે તથા જેસાવાડા ગામમાં અને તેની આજુ-બાજુના ફળીયાઓમાં રવિભાઈ મેડા તથા તેમની ટીમ દ્વારા ગરીબ, નિઃસહાય તેમજ જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવા સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવીને 1000 જેટલી રાશન સામગ્રી ની કિટનું વિતરણ કરવામાં આવ્યું.
