PRITESH PANCHAL –– JHALOD
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુખ્ય મથક ઝાલોદમાં ગત તા.૧૪/૧૦/૨૦૨૦ ને બુધવારના રોજ ઝાલોદ નગર પાલિકાના કાઉન્સિલર હિરેન પટેલના મર્ડરના આરોપીઓ પકડાયેલ.
તે સંદર્ભે તથા આવનાર નવરાત્રી અને ઈદ-એ-મિલાદને ધ્યાનમાં રાખીને
ઝાલોદ તાલુકા પ્રાંત અધિકારી, તાલુકા મામલતદાર, DyS.P. સોલંકી, ઝાલોદ PSI દેસાઈના અધ્યક્ષ સ્થાનમાં શાંતિ સમિતિની બેઠક કરવામાં આવેલ હતી. આ શાંતિ સમિતિ ની બેઠકમાં ઝાલોદ નગરમાં વેપાર-ધંધા અને કોરોના વિશે માહિતી આપવામાં આવી હતી. નવરાત્રી (માતાજીના ગરબા) અને ઈદ-એ-મિલાદ માટે પ્રાંત અધિકારી અને ઝાલોદ પોલીસ સ્ટેશનની પરમિશન લેવાની રહેશે. તેની જાણ કરવામાં આવી હતી. Dy.S.P. સોલંકી દ્વારા નગરમાં શાંતિ અને નગરનું નામ ખરાબ ન થાય તેના માટે સલાહ આપવામાં આવી હતી. વઘુમાં નગર પાલિકાના કાઉન્સિલર હિરેન પટેલના હત્યારાઓ જે પણ હશે એની બીજી તપાસ પણ ચાલી રહી છે. તથા નગરના લોકોને પોલીસને સાથ સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી.