PRITESH PANCHAL –– JHALOD
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુખ્ય મથક ઝાલોદ શહેરમાં કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર વિજય ખરાડીની સુચના અનુસાર આજે કોવીડ -19 ના સંક્રમણને અટકાવવા માટે જનજાગૃતિ માટે “ટેસ્ટ ઈઝ બેસ્ટ”ના સુત્રોચ્ચાર કરતી કોરોની જનજાગૃતિ માટે ઝાલોદ નગર પાલિકા વિસ્તારમાં જનજાગૃતિ રેલી નીકાળવામાં આવી હતી. જેમાં ઝાલોદ પ્રાંત અધિકારી એસ.ડી. ચૌધરી, તાલુકા મામલતદાર વી.જી. રાઠોડ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ના રાઠોડ, તાલુકા હેલ્થ ઓફિસર પાંડે, ઝાલોદ Dy. S. P. જાદવ, C.P.I. કે.ડી. ડિંડોર, P.S.I. એસ.એન.બારીયા, પોલીસ સ્ટાફ, ઝાલોદ નગર પાલિકાના ફાયર તેમજ તમામ વિભાગના તમામ અધિકારીઓ અને સ્ટાફ આ જનજાગૃતિ રેલીમાં હાજર રહ્યા હતાં.
ઝાલોદ નગરમાં માસ્ક વગર ફરતા લોકોને કોરોના વિશે માહીતિ આપી માસ્ક પહેરાવ્યાં હતા અને અંદાજે ૧૦૦૦ થી ૧૨૦૦ જેટલા માસ્ક નગરમાં વિના મૂલ્યે લોકોને આપવામાં આવ્યા હતા. આ જનજાગૃતિ રેલી મુવાડા ચોકડી, સરદાર પટેલ ચોક, બસ સ્ટેશન, ગામડી ચોકડી, ઠુઠીકંકાશીયા ચોકડી, ગીતા મંદિર, વહોરા બજાર, પોલીસ ચોકીનં. ૧, શહીદ રાજેશ ચોક, ભરત ટાવર થઈ ઝાલોદ તાલુકા હેલ્થ ઓફિસ ખાતે પૂર્ણ કરવા આવી હતી