PRITESH PANCHAL –– JHALOD
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં દિવસે નેે દિવસે કૂદકે ને ભૂસકે કોરોનાનો વધારો થઈ રહ્યો છે. જેથી આરોગ્ય વિભાગ સાથે ઝાલોદ વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ એક્શનમાં આવી ગઈ, જેમાં આરોગ્ય વિભાગ, ઝાલોદ વહીવટીતંત્ર દ્વારા ઓચિંતા ઝાલોદ નગરના બસ સ્ટેન્ડ વિસ્તારમાં સરદાર પટેલ ચોકમાં અને લીમડીનાં સુભાષચંદ્ર ચોક પર પહોંચ્યા અને ઝાલોદ બ્લોક હેલ્થ ઓફિસર તરીકે પાંડેના વડપણ હેઠળ માસ્ક પહેર્યા વગર ફરતા લોકોને પોલીસ દ્વારા પકડી સ્થળ પર જ રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અને જો તેના રિપોર્ટ નેગેટિવ આવે તો તેઓને સ્થળ ઉપર જ ₹.૧૦૦૦/- દંડ ફટકારવામાં આવ્યો હતો.