Thursday, December 26, 2024
Google search engine
HomeDev Baria - દેવ.બારીયાદાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના અસાયડી ગામે રેલ્વે ટ્રેકની બાજુમાંથી એક મહિલા...

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના અસાયડી ગામે રેલ્વે ટ્રેકની બાજુમાંથી એક મહિલા સહિત બાળકની મળી લાશ

IRFAN MAKARANI –– DEVGARH BARIATHIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના અસાયડી ગામે રેલ્વે ટ્રેકની બાજુમાંથી એક મહિલા સહિત બાળકની લાશ મળતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો હતો.

મળેલ માહિતી અનુસાર મૃતક મહિલાની નજીકમાં એક ચિઠ્ઠી પણ મળી આવી છે જેમાં પોતાનો પતિ કોઈ અન્ય સ્ત્રી સાથે ભાગી જતાં પોતે પોતાના પુત્ર સાથે આત્મહત્યા કરી હોવાનું ઉલ્લેખ ચિઠ્ઠીમાં કરવામાં આવ્યો છે ત્યારે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ પોલીસે તલસ્પર્શી તપાસનો ધમધમાટ આરંભ કરી તપાસમાં જાેતરાઈ છે.

THIS NEWS IS POWERED BY –– SHRI KRISHNA SWEETS

ગત રોજ તા.૧૮/૦૩/૨૦૨૧ ને ગુરુવારના રોજ લીમખેડા તાલુકાના વડેલા ગામની પરણિતા શર્મિષ્ઠાબેન ચેતનભાઈ પટેલના પતિ ચેતનભાઈ પટેલ દ્વારા તેના જ ગામની એક યુવતી સાથે પ્રેમ સંબંધ હોય તેની સાથે ભાગી ગયો હોવાના કારણે શર્મિષ્ઠાબેન દ્વારા પોતાના અઢી વર્ષના પુત્ર મીતને લઈ પોતાના સાસરીના ઘરેથી નીકળી હતી અને આ બંન્ને માતા – પુત્રની લાશ દેવગઢ બારીઆ તાલુકાના અસાયડી ગામે આવેલ રેલ્વે ટ્રેકની બાજુમાંથી આશરે સાંજના સમયે મળી આવતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ પરણિતા અને થોડે દુર એક બાળકની લાશ જાેવાતાની સાથે જ આસપાસના લોકો સહિત ગ્રામજનો દોડી આવ્યાં હતાં. ઘટના સ્થળ પર લોકટોળા પણ ઉમટી પડ્યાં હતાં ત્યારે ઘટનાની જાણ નજીકની પોલીસને થતાં તાબડતોડ પોલીસ દોડી જઈ સ્થિતીને જાેતા એક ક્ષણે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. લોહીલુહાણ હાલતમાં મહિલા અને બાળકની લાશ સ્થળ પર પડી હતી. પોલીસે તાત્કાલિક નજીકના દવાખાનાનો સંપર્ક કરી એમ્બ્યુલંશ મારફતે બંન્નેના મૃતદેહોને પીએમ અર્થ ખસેડવાની તજવીજ પણ હાથ ધરી હતી. બીજી તરફ ચોંકાવનારી માહિતી એવી મળી રહી છે કે, મૃતક મહિલાના નજીકમાંથી એક ચિઠ્ઠી મળી

હતી જેમાં લખ્યું છે કે, “ હું પોતે ધર્મિષ્ઠાબેન અને આ મારા ખોળામાં છે એ મારો છોકરો મિત છે જે કોઈ આ કારણ છે એ હું દર્શાવું છે કે, મારો ઘરવાળો છોકરીને લઈને ભાગી ગયો છે તો આ બંન્નેને ગમે તે રીતે મેળવીને ફાંસીએ ચડાવજાે. આ મારી તમને નમ્ર વિનંતી. આ કારણે હું અને મારો છોકરાને લઈને આત્મહત્યા કરૂં છું” આમ, આ ચિઠ્ઠીમાં લખાણને પગલે પણ ચકચાર મચી જવા પામ્યો છે. જાણવા મળ્યાં અનુસાર, મરણ જનાર મહિલા લીમખેડાના વડેલા ગામની પરણિતા છે. પોતાના પતિએ ગામની કોઈ છોકરીને રાખી હોવાને કારણે આ પરણિતાએ પોતાના વ્હાલસોયા પુત્ર સાથે આ પગલું ઉઠાવ્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તમામ પાસાઓને ધ્યાનમાં રાખી પોલીસે તપાસનો સિલસિલો આરંભ કરી દીધો છે.

વધુમાં જાણવા મળ્યા અનુસાર, આ મૃતક પરણિતાનું પિયર સીંગવડ તાલુકાના છાપરવડ ગામે આવેલ છે અને તેના પિતા ભાવસિંગભાઈ ગુલાબભાઈ બારીયા દ્વારા લીમખેડા ખાતે રહેતા ચેતનભાઈ બળવંતભાઈ પટેલ સાથે આજથી ૦૬ થી ૦૭ વર્ષ અગાઉ લગ્ન કરાવ્યાં હતાં. વસ્તારમાં શર્મિષ્ઠાબેનને પ્રમથ એક પાંચ વર્ષની પુત્રી છે અને બીજુ સંતાન આ અઢી વર્ષનો મીત હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પરણિતા અને પુત્રની કેવી રીતે ઘરેથી નીકળી અને આ સ્થળે પહોંચ્યાં તે પણ એક યક્ષ પ્રશ્ન બન્યો છે ત્યારે પોલીસે સ્થળ પરથી મળેલ આ ચિઠ્ઠીના આધારે મૃતક શર્મિષ્ઠાબેનના પતિ તથા તેની પ્રેમિકાની શોધખોળના ચક્રોગતિમાન આરંભ કરી દીધા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments