THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
- દાહોદ નજીક મંગલ મહુડી સ્ટેશન પાસે રાત્રીના એક વાગે ગૂડ્સ ટ્રેનનું થયું ડિરેલમેન્ટ.
- ગાડી પાટા પર થી ઉતરતા સર્જાયો અકસ્માત.
આ અકસ્માતમાં 13 ઉપરાંત માલગાડીના ડબ્બા એકબીજા પર ચઢી ગયા હતા. જેનાથી મુંબઈ – દિલ્હી રેલમાર્ગ ખોરવાયો છે. ટ્રેન ઉપર જતા ઇલેક્ટ્રિક ટ્રેન ની લાઈનોના વાયરોમા ભારે નુકશાન થયું હતું. દોઢ કિ.મી રેલ્વેના પાટાને પણ ભારે નુકશાન થયું છે તેમજ રેલ્વેના ટ્રેકને સપોર્ટ કરતા સિમેન્ટમાં બ્લોક્સ ને આશરે દોઢ કી.મી સુધી નુકશાન પહોચ્યું છે. મંગલ મહુડી રેલ્વે સ્ટેશન પહેલા બ્રીજના આગળથી અકસ્માતની શરૂઆત થઈ હતી અને ત્યાર પછી દોઢ થી બે કિલોમીટર પછી ડબ્બા ખડી પડ્યા હતા. આ ડબ્બા ખડી પડતા પૈડાં છૂટા પડી ટ્રેક અને આજુ બાજુમાં પથરાઈ ગયા હતા. ટ્રેનના ડબ્બાઓ એક બીજા ઉપર જાણે ઢગલો થઈ ગયો હતો. ગઈ કાલ રાત્રિ ના એક વાગ્યા થી આ મુંબઈ – દિલ્હી મુખ્ય માર્ગ ખોરવાયો હતો, અને હાલ પણ બંધ છે. બધી સુપર ફાસ્ટ ટ્રેનો રોકી દેવાઇ છે. ઘટનામા રેલ્વેના અધિકારીઓ, કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટના સ્થળે DRM રતલામ નું કહેવુ છે કે અકસ્માતનું કારણ હજી સુધી મળ્યું નથી અને તેની તપાસ થશે પણ હાલ ક્રેનો મંગાવી ને કોઈ પણ એક લાઈન શરૂ કરવાની કામગીરી હાથ ધરી છે તેમાં કેટલો સમય જશે તે હમણાં કહેવુ મુશ્કેલ છે. રેલ્વેના એન્જિનિયરો, ગેંગમેન અને લેબરોની ટીમ કામે લાગી ગઈ છે અને વહેલામાં વહેલી તકે આ કામ પૂર્ણ કરવાની કોશિશ અમે કરી રહ્યા છીએ.