દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં છેલ્લા કેટલાય દિવસથી ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જયારે એક તરફ લોકો કોરોના મહામારી વચ્ચે જંગ લડી રહ્યા છે ત્યારે બીજી તરફ સંજેલી નગરમાં જ્યાં જુઓ ત્યાં ગંદકી જ ગંદકી જોવા રહી છે. સંજેલી પુષ્પ સાગર તળાવ પાળ ઉપર થી સંજેલી થી ગોવિદા તળાઇ અને કબ્રસ્તાન તરફ જવાના મુખ્ય રસ્તા છે જ્યાં માથાફાટ ગંદકીના કારણે દુર્ગંધ ફેલાઈ રહી છે. મોટા મોટા કચરાના ઢગલા ને ઢગલા જોવા મળી રહ્યા છે. કચરાના ઢગલા પડેલા હોવાના કારણે લોકોને આવી ગંદકીમાંથી પસાર થવું પડતું હોય છે. જ્યારે બીજી બાજુ આ કચરાના ઢગલામાં મો મારી ગમેતે ખાઈને મૂંગા પશુઓ પણ બીમારી તથા મૃત્યુનો ભોગ બનતા હોય.
વધુમાં સંજેલી પોસ્ટ ઓફીસ પાસે આવેલ ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા બનાવેલ શાક માર્કેટમાં પણ ગંદકી જ ગંદકી જોવા મળી રહી છે. જયારે સંજેલીમાં અન્ય જગ્યાએ પણ ગંદકીને ગંદકી જોવા મળી રહી છે. ત્યારે તંત્ર આવી ઢીલી નીતિ છોડીને વહેલી તકે આ ગંદકી દૂર કરાવે તેવી લોકો માંગ ઉઠી છે. હવે જોવાનું કે આ બાબતે તંત્ર શું પગલાં ભરશે. વહીવટી તંત્ર કે ગ્રૂપ ગ્રામ પંચાયત આ ઠેર ઠેર પડી રહેલ ગંદકીના ઢગલા સાફ કરાવશે કે પછી કુંભકર્ણ ની જેમ ઘોર નિદ્રામાં જ રહેશે.