Friday, December 27, 2024
Google search engine
HomeSanjeli - સંજેલીદાહોદ જિલ્લાના સંજેલીમા રેસ્ક્યુ ટીમ દ્વારા સેફ્ટીના કોઈ પણ સાધન વગર ...

દાહોદ જિલ્લાના સંજેલીમા રેસ્ક્યુ ટીમ દ્વારા સેફ્ટીના કોઈ પણ સાધન વગર ઝેરીલા જાનવરોને પકડવામાં આવતા લોકોમાં કુતૂહલ સર્જાયું

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાનાં મુખ્ય મથક સંજેલી ગામ તથા તાલુકામાં જે કોઈ પણ જગ્યાએ ઝેરીલા સાપ, નાગ કે અન્ય જાનવર નીકળે ત્યાં સંજેલી ગામની રેસ્ક્યુ ટીમ ને બોલાવવામાં આવે છે અને તેમના દ્વારા સંજેલી નગર અને તેની આસપાસના વિસ્તારોમાં ઘર અને રહેણાંક વિસ્તાર વાળી જગ્યાઓમાં નીકળતા જનાવરોને પકડી પાડી જંગલમાં છોડવામાં આવી રહ્યાં છે. પરંતુ આ રેસ્ક્યુ ટીમ પાસે પૂરતી સાધન સામગ્રી ન હોવા છતાં પણ તેઓ પોતે જીવના જોખમે લોકોના જીવ બચાવવા માટે જાનવરોને ઝડપી પાડવામાં આવતા આશ્ચર્ય સર્જાયુ છે. રેસ્ક્યુ ટીમને તંત્ર તરફથી પૂરતી સાધન સામગ્રી અને કીટ આપવામાં આવે તેવી રેસ્ક્યુ ટીમની તેમજ સ્થાનિક લોકોને માંગ ઉઠવા પામી છે.
સંજેલી તાલુકા અને તેની આસપાસમાં મોટા ભાગે ડુંગરાળ તેમજ જંગલ વિસ્તાર હોવાથી સંજેલી નગર સહિત આસપાસના ગામોમાં રહેણાંક દુકાન, મકાનોમાં કોબ્રા, નાગ, ચિત્રોડિયા સાપ, ધામણ સાપ વગેરે જનાવરો ડંખ મારવાથી નાના મોટા બનાવો પણ અગાઉ બન્યા છે. છેલ્લા એક વર્ષથી સંજેલી ખાતે વન વિભાગની ટીમ તેમજ ઝુલ્ફીકારબેગ મિર્ઝા ઉર્ફે બાબાની ટીમ સક્રિય બની છે. પૂરતો સામાન ન હોવા છતાં પણ પોતાના જીવનો જોખમે આવા વિસ્તારમાં નિકળતા જનાવરોને ઝડપી પાડવામાં આવી રહ્યાં છે. અને ઝડપાયેલા જનાવરોને નેનકી ખાતે આવેલા જંગલમાં છોડી મૂકવામાં આવે છે. સોમવારના રોજ નાની સંજેલી રોડ પરથી લગભગ દસ ફૂટ લાંબો ચિત્રરોડીયા સાપ રહેણાક મકાનમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો અને મંગળવારના રોજ પણ આઠ ફૂટ લાંબો ધામણ સાપ બાયપાસ રોડ પર  ખેડૂતના મકાનમાંથી ઝડપી પાડયો હતો. ઝડપાયેલા આ જનાવરોને જંગલમાં લઈ જવા માટે પાંજરૂ ન હોવાથી હાલ તો રેસ્ક્યુ ટીમ દ્વારા અનાજના થેલાનો ઉપયોગ કરવામાં આવે છે. તેમજ રેસ્ક્યુ ટીમ દ્વારા પણ પોતાના જીવના જોખમે લોકોને નિઃશુલ્ક સેવા આપી રહ્યાં છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા આ રેસ્ક્યુ ટીમને પૂરતી સાધન સામગ્રી તેમજ એન્ટીબાયોટિક જેવી સુવિધાઓ પુરી પાડવામાં આવે તેવી રેસ્ક્યુ ટીમ તેમજ સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી છે.
Version > > R. F. O. સંજેલી > > રાકેશ જે. વણકર > > સંજેલી નગર સહિત તાલુકામાં લગભગ દરરોજ કોબ્રા, નાગ, ધામણ સાપ, કોડિયારી સાપ જેવા અનેક જનાવરો રહેણાંક મકાનોમાંથી રેસ્ક્યુ ટીમ દ્વારા ઝડપવામાં આવી રહ્યાં છે. અને તે પકડાયેલ જાનવરને નેનકી જંગલમાં છોડવામાં આવી રહ્યાં છે. મોટા ભાગે સંજેલી નગરમાંથી મોટા જનાવરો નીકળતાં હોય છે. હાલ તો રેસ્ક્યુ ટીમ પાસે પૂરતી સાધન સામગ્રી ન હોવા છતાં પણ ઝડપવામાં આવી રહ્યાં છે.
Version > > રેસક્યું ટીમ, સંજેલી > > ઝુલ્ફીકાર બેગ મિર્ઝા > > હાલ સ્ટિકના માધ્યમથી જ પોતાનો જીવ જોખમે મૂકી ઝેરીલા તેમજ અન્ય જાતના જનાવરો પકડી લોકોના જીવ બચાવી રહ્યાં છે. જો વહીવટી તંત્ર દ્વારા પૂરતી સાધન સામગ્રી તેમજ એન્ટીબાયોટિક જેવી સુવિધા આપવામાં આવે તો અમારો જીવ તેમજ અન્યને ડંખ મારે તો તેમને સરળતા એન્ટિ ડોટ આપી તેમના જીવ બચાવી શકીએ તેમ છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments