દાહોદ જિલ્લાના સંજેલી તાલુકા મુખ્ય મથક સંજેલીમાં આવેલ મામલતદાર કચેરીમાં આજે તા.૨૬/૧૧/૨૦૨૦ ને ગુરુવારના રોજ ભારતીય બંધારણ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. કોરોનાની મહામારીને ધ્યાંનમાં લઈને સોશિયલ ડિસ્ટન્સ રાખીને સંજેલી તાલુકાના મામલતદાર પી.આઈ.પટેલ તેમજ પુરવઠા મામલતદાર સુજલ ચૌધરી તેમજ મામલતદાર કચેરીનો સ્ટાફએ મામલતદાર કચેરીના પટાંગણમાં ઉજવણીના ભાગ રૂપે પ્રતિજ્ઞા લીધી અને ભારતીય બંધારણ દિવસ ની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરી હતી
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકા મામલતદાર કચેરી ખાતે ભારતીય બંધારણ દિવસ ની ઉજવણી કરવામાં આવી
RELATED ARTICLES