દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આજે વહેલી સવારથીજ “મહા વાવાઝોડા” ની અસરથી વાતાવરણ પલટાયું

0
88

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આજે તા.૦૯/૧૧/૨૦૧૯ ને શનિવારના રોજ વહેલી સવારથી જ “મહા વાવાઝોડા” ની  અસરને કારણે વાતાવરણ વાદળ છાયું જોવા મળ્યું હતું અને આજે બપોરના સમયએ સંજેલીના ઈટાડી, મોલી વિસ્તારમાં છુટા છવાયા વરસાદનું ઝાપટું પડ્યું હતું. જો કે સંજેલી વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસ થી રાત્રીના સમયે સામાન્ય છાંટા પડવાનું ચાલુ રહ્યા કરે છે. “મહા વાવાઝોડાના પગલે છેલ્લા ત્રણ દિવસ થી વરસાદી માહોલ છવાયેઓ છે. જેથી ખેતરમાં ડાંગરના ઉભા પાકને મોટું નુકસાન થઈ રહ્યું છે. સંજેલી નગરમાં કેટલીક જગ્યાએ મોટા મોટા ડાબરકા પણ ભરાઈ ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here