દાહોદ જિલ્લાના સંજેલી થી પિછોડા, સીંગવડ તરફના રોડ પર અનેક જગ્યાએ ચોમાસામાં વરસાદના કારણે પડેલ ખાડા : રોડ સમારકામ બાબતે તંત્ર કુંભકર્ણની નિદ્રામાં

0
209

 SMIT DESAI –– SANJELI 

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના મુખ્ય મથક સંજેલી થી સિંગવડ વાયા પિછોડા તરફ જતા રોડ પર અનેક જગ્યાએ ચોમાસામાં વરસાદના કારણે ઘણા ખાડા પડેલા છે. આ રસ્તો પિછોડા – લીમડા ક્રોસિંગ થી પિછોડા ડુંગરા ચોકડી સુધીનો રસ્તો એટલેકે સંજેલી તાલુકાની હદ સુધી ભંગાર હાલતમાં હોવાથી રસ્તાનું વહેલી તકે સમારકામ કરી નવો રસ્તો બનાવવામાં આવે તેવી વાહન ચાલોકોની લોકમાંગ ઉઠવા પામી છે. ત્યારે નજીકમાં જ પિછોડા માંધ્યમિક શાળા અને પ્રાથમિક શાળા આવેલી છે. શાળાના બાળકો તથા શિક્ષકોને પણ દરરોજ ભય રહે છે, તથા નાના મોટા વાહન ચાલોકોને આ ભંગાર બની ગયેલા રસ્તાના કારણે  પડી જવાનો ભય રહે છે. આ ભંગાર બની ગયેલા રસ્તાની બોલતી તસ્વીર બધું કહી જાય છે.

શું તંત્ર આ બાબતે કાંઈ પગલાં ભરશે ખરી? કે પછી કુંભકર્ણની જેમ ઘોર નિંદ્રામાં જ રહેશે. જો આ પ્રશ્નો તાત્કાલિક અસરથી અમલ કરવામાં નહીં આવે તો લોકો ગાંધી ચિંધ્યા માર્ગે લોક આંદોલન કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here