દાહોદ જિલ્લાના સંજેલી મથકે નવ દુકાનદારો દ્વારા જાહેરનામાનો ભંગ કરાતા પોલીસે કાયદેસરની કરી કાર્યવાહી

0
587

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં જાહેરનામાનો ભંગ કરનારા નવ દુકાનદારો વહેલી સવારથી જ તેમની દુકાનો ખોલી ને બેસી જતા સંજેલી પોલીસ સ્ટેશનમાં તે નવ દુકાનદારો ઉપર ગુનો દાખલ થયો હતો. દુકાનદારો તેમની રોજી રોટી કમાવવા માટે તે આજે વહેલી સાવરથી જ દુકાન ખોલી દીધી હતી, પરંતુ હાલમાં કોરોનાને લઇ દેશ ભરમાં લૉકડાઉનની સ્થિતિ યથાવત હોઈ હાલમાં દાહોદ જિલ્લા કલેક્ટરના જાહેરનામાં મુજબ સરકારની ગાઈડ લાઈન મુજબ માત્ર આવશ્યક ચીજવસ્તુની જ દુકાનો સવાર ના ૦૭:૦૦ કલાક થી બપોરના ૧૨:૦૦ કલાક સુધી જ ખુલ્લી રાખી શકાશે. જયારે અન્ય બીન આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો ખોલવા માટે બપોરના ૦૧:૦૦ કલાક થી સાંજના ૦૫:૦૦ કલાકના સમયની સ્પષ્ટ જાહેરાત હોવા છતાં પણ સંજેલીના આ નવ દુકાનદારો સવાર ના સમયે દુકાન ખોલતા પોલીસે રંગે હાથ ઝડપી પડ્યા હતા. જેમાં [1] સાજીદભાઈ અનીસભાઈ કાસમવાળા, [2] કુતુબુદીન અલીહુસેન ખાનરહીમ, [3] મહમદભાઇ રફિકભાઈ પાનવાલા, [4] જયેશભાઈ કનકમલ જૈન, [5] યશભાઈ  વિનોદભાઈ ખાટ, [6] પીન્ટુભાઇ વર્ધીચંદ જીનગર, [7]  મયુરકુમાર મદનલાલ વાગરેચા, [8] કલ્પેશભાઈ પ્રેમચંદભાઈ પ્રજાપતિ અને [9] આરીફ મજીતભાઈ મકુલ આ દરેેક રહેવાસી સંજેલીના દુકાનદારો સામે સંજેલી ઇન્ચાર્જ P.S.I. એ જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કરી કાઈદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here