દાહોદ જિલ્લાના D.D.O. રચિત રાજ દ્વારા વિવિધ વિભાગોના રીવ્યુ અને માર્ગદર્શનની મિટિંગ યોજવામાં આવી

0
181

દાહોદ જિલ્લાને નીતિ આયોગ ભારત સરકાર દ્વારા મહત્વાકાંક્ષી જિલ્લા (Asprirational District) તરીકે જાહેર કરવામાં આવેલ છે તે સંદર્ભે દાહોદ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજ (I.A.S.) દ્વારા ગત તા.૧૮/૦૧/૨૦૨૧ ને સોમવારના રોજ જિલ્લા પંચાયત કચેરી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના તમામ શાખાના અધિકારીઓ જોડે એક રીવ્યુ મિટિંગ યોજવામાં આવી હતી. આ મિટિંગમાં આરોગ્ય વિભાગ, ખેતીવાડી વિભાગ, ICDS શાખા, પશુપાલન, શિક્ષણ, તથા બેઝીક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિવિધ ઇન્ડિકેટર બાબતે રીવ્યુ કરવામાં આવ્યું હતું. મહત્વકાંક્ષી જિલ્લાના વિવિધ ઇન્ડિકેટર બાબતે ઊંડાણપૂર્વક ચર્ચા કરી ઇન્ડિકેટરમાં સુધારો થાય તે માટે ઉપસ્થિત અધિકારીઓને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા માર્ગદર્શન અને સૂચના આપવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here