Monday, February 17, 2025
Google search engine
HomeGarbada - ગરબાડાદાહોદ જિલ્લા ભાજપના નૂતન વર્ષનો સ્નેહમિલન કાર્યક્રમ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર....

દાહોદ જિલ્લા ભાજપના નૂતન વર્ષનો સ્નેહમિલન કાર્યક્રમ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ની ઉપસ્થિતિમાં ગરબાડા ગામે યોજાયો

ભારતીય પરંપરા મુજબ નવ વર્ષની શરૂઆત મિલન મુલકાત અને સ્નેહ ભર્યા વાતાવરણમાં લોકો શરૂ કરતા હોય છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા દાહોદ જિલ્લાની દરેક વિધાનસભા 23, 24, 25 નવેમ્બર ના રોજ સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવશે. જેના ભાગ રૂપે ગરબાડામાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત તમામ લોકોને અને જિલ્લાની જનતાને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવી હતી.

ત્યારબાદ ગરબાડા વિધાન સભામાં ગત વિધાન સભામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર શૈલેષ ભાભોર મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા હતા અને તદુપરાંત કોંગ્રેસમાંથી અને બિટીપીમાંથી મોટી સંખ્યામાં લોકો ભાજપમાં જોડાયા હતા અને સી.આર પાટીલ એ જણાવ્યું હતું કે આ ભાજપની તાકાત છે અને લોકોનો વિશ્વાસ દિવસે અને દિવસે ભાજપમાં વધી રહ્યો છે તે આપણે જોઈ રહ્યા છીએ અને આ બધું આપણા દેશના લોક લાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં થઈ રહેલ વિકાસના કાર્યો અને દેશની પ્રગતિના કારણે થઈ રહ્યું છે અને આપણા આદિવાસી બંધુઓ મહેનત કરવાવાળા છે અને કોઈની ખોટી લાલચમાં આવતાં નથી અને તેમને કોઈમાં વિશ્વાસ હોય તો તે માત્ર મોદી ની ગેરેંટીમાં છે કારણકે તેજ આપેલી ગેરંટી પૂરી કરે છે

આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આમલીયર, જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ, સાંસદ જસવંતસિંહ ભાભોર, ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, મહેન્દ્ર ભાભોર તથા મહામંત્રી નરેન્દ્ર સોની, સ્નેહલ ધરિયા, મહિલા મોરચાના કૈલાશબેન પરમાર, પ્રજિત રાઠોડ તથા મોટી સંખ્યામાં સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments