Thursday, January 2, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદ જિલ્લા રેડક્રોસ શાખા દ્વારા આજે "સુંદર - શોભા" AC મેમોરિયલ હોલ...

દાહોદ જિલ્લા રેડક્રોસ શાખા દ્વારા આજે “સુંદર – શોભા” AC મેમોરિયલ હોલ અને  “કૌશલ્યા-ખુશાલી” ફિઝિયોથેરાપી સેન્ટર નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA

ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદ જીલ્લા શાખા દ્વારા સાંપ્રત સમયમાં રેડક્રોસની સિદ્ધિઓ તેનું મહત્વ તથા ભૂમિકાની ઝાંખી કરાવતા માનવ સેવાના મહાયજ્ઞમાં સહભાગી થવા તેમજ આ પ્રસંગે નવનિર્મિત “સુંદર-શોભા” AC મેમોરિયલ હોલ તથા “કૌશલ્યા ખુશાલી” ફિઝીયોથેરાપી સેન્ટરના લોકાર્પણ કાર્યક્રમ આજે તા.૨૮/૦૮/૨૦૨૨ ને રવિવારના રોજ સવારના ૧૦.૦૦ કલાકે “પંડિત દીનદયાલ ઓડીટોરીયમ સ્વામી વિવેકાનંદ સંકુલ ગોવિંદનગર દાહોદ ખાતે યોજવામાં આવ્યો હતો .

આ કાર્યક્રમના અધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ ગુજરાત રાજ્ય વિધાન સભાના ઉપાધ્યક્ષ તેમજ ચેરમેન પંચમહાલ ડેરી ગોધરા તથા ઉદ્દઘાટક તરીકે અજયભાઈ પટેલ ચેરમેન, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા તથા ચેરમેન ગુજરાત સ્ટેટ કો.ઓ બેંક લિમિટેડ, અતિથી વિશેષ તરીકે ડો.હર્ષિત ગોસાવી જીલ્લા સમાહર્તા અને પ્રમુખ, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદ, નેહા કુમારી જીલ્લા વિકાસ અધિકારી દાહોદ, એસ.જે.પંડયા પ્રાયોજના વહીવટદાર, રીનાબેન પંચાલ પ્રમુખ દાહોદ નગર પાલિકા, અજયભાઈ દેસાઈ વાઇસ ચેરમેન IRCS ગુજરાત બ્રાન્ચ, ગોધરાના પરેશભાઈ ચૌહાણ તેમજ અન્ય મહાનુભાવો તથા જિલ્લાની કો – ઓપેરેટિવ બેન્કોના ચેરમેન તથા દાહોદના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં ઉદ્દઘાટક અજય પટેલ દ્વારા કહેવામાં આવ્યું કે દાહોદમાં રેડ ક્રોસ સોસાયટી દ્વારા ફક્ત એક બ્લડ બેંક ની ઓળખ નથી ઊભી કરવાની પરંતુ અનેકવિધ પ્રકારના અન્ય કાર્ય પણ કરવાના છે તેમાં જ આ બે નવા સોપાન નું આજે ઉદ્દઘાટન કરતા આનંદ ની લાગણી અનુભવું છું અને સાથે સાથે દાહોદ રેડ ક્રોસ સોસાયટી ને રૂપિયા ૨૫ લાખ નું માતબર દાન પણ આપ્યું હતું. આભારવિધિ રેડક્રોસ સોસાયટી, દાહોદના ખજાનચી વિકાસભાઈ ભૂતા દ્વારા કરવામાં આવી હતી.

વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડ દ્વારા કહેવામાં આવ્યું કે અજયભાઈ પટેલ દ્વારા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ને જે રીતે શિખર ઉપર લઇ જવામાં આવી રહ્યું છે. તે અકલ્પનીય છે અને તેઓએ ગુજરાત રાજ્યના ૩૩ જિલ્લામા આવેલ રેડ ક્રોસ સોસાયટીના જે સેન્ટર છે તે દરેક જગ્યાએ રૂપિયા ૨૫ લાખ પોતાનું નામ નહીં આપવાનું તેમ કહી દાન પેટે આપવાની જાહેરાત કરેલ છે. તેનાથી જ પ્રેરણા લઈ વિધાનસભાના ઉપાધ્યક્ષ અને પંચમહાલ ડેરી ગોધરાના ચેરમેન એવાં જેઠાભાઈ ભરવાડ દ્વારા પણ દાહોદ રેડક્રોસ સોસાયટી ને રૂપિયા ૫ લાખનું ડોનેશન આપ્યું હતું. વધુમાં તેઓએ કહ્યું કે હું દાહોદ ને આદિવાસી વિસ્તાર નથી માનતો. આદિવાસી વિસ્તાર તો પંચમહાલ છે. કારણકે દાહોદમાં જમીન ના ભાવ મુંબઈ કરતા વધુ છે. માટે દાહોદ પાસે વધુ રૂપિયા અને સમૃદ્ધિ છે. અને તેમને દાહોદ નગર પાલિકા પ્રમુખ રીનાબેન પંચાલને ઉદ્દેશી ને કહ્યું કે તમે પણ આ સંસ્થાને પોતાની રીતે આર્થિક મદદ કરવા ક્યાંક જમીન ફાળવી આપશો. અને જ્યારે જરૂર પડે ત્યારે મદદ કરવા તત્પર બનશો.

વધુમાં દાહોદ રેડક્રોસ સોસાયટીના ચેરમેન કે.એલ. રામચંદાની નાં સુપુત્રી ગીતાબેન પરમાનંદ ડુંગાણી, વડોદરા તરફથી રૂપિયા ૩૫૦૦૦/- નો ચેક તથાં અંજલીબેન યોગેશકુમાર લોહાણા, કરાડ મહારાષ્ટ્ર તરફથી ૫૧૦૦૦/- નો ચેક જેઠાભાઇ ભરવાડ અને અજયભાઈ પટેલને એનાયત કરવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments