Friday, January 3, 2025
Google search engine
HomeUncategorizedદાહોદ ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશેષ જનસંપર્ક અભિયાન અંતર્ગત સંયુક્ત મોરચા અને...

દાહોદ ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશેષ જનસંપર્ક અભિયાન અંતર્ગત સંયુક્ત મોરચા અને લાભાર્થી સંમેલન

૩૦ મે,૨૦૨૩ના રોજ દેશના યશસ્વી વડાપ્રધાને માનનીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં ભાજપ સરકાર અને ૯ વર્ષ પુર્ણ કર્યા હતા. આ પ્રસંગે ૩૦ મે થી ૩૦ જુન ૨૦૨૩ સુધી ભાજપ સંગઠન દ્વારા વિવિધ કાર્યક્રમ તમામ જીલ્લા, મંડળ, શક્તિકેન્દ્ર અને બુથ ઉપર આયોજીત કરવામાં આવશે તથા વિશેષ જનસંપર્ક અભિયાન લોકસભા ક્ષેત્રોમાં યોજવામાં આવી રહ્યા છે. જેના ભાગ રૂપે આજે ગરબાડામાં વિધાનસભા નું સંયુક્ત મોરચા તથા લાભાર્થી સંમેલન ગરબાડા માઘ્યમિક શાળામાં યોજાયું હતું

માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ગરીબ, શોષિત અને વંચિતોના કલ્યાણ માટે સમર્પિત છે. જ્યારે દેશનું ગૌરવ વિશ્વ કક્ષાએ સતત વધી રહ્યુ છે, તે સમયે ભારતના સાંસ્કૃતિક વારસાને પ્રાથમિકતાના આધારે પ્રસ્થાપિત થતો આપણે સૌ જોઈ રહ્યા છીએ, આધારભુત માળખાને મજબુત કરીને નવા ભારતના સ્વપનને સાકાર કરી રહ્યા છે.

ગરબાડા તાલુકાના આ સંમેલનમાં સરકારની યોજનાઓ જેવી કે, 18327 metric ton અનાજ કોરોના કાળ થી અત્યાર સુધી આપ્યું છે, 23683 ખેડૂતોને તેમના ખાતામાં રૂપિયા આપ્યા, કોરોનાના ત્રણે ડોઝ ના કુલ 7 કરોડ ની વેક્સિન મફત આપી, 11441 પ્રધાનમંત્રી આવાસ બનાવાયા, સખી મંડળમાં અત્યાર સુધી રૂપિયા 100 કરોડ, નલ સે જલ – 22 કરોડ, સર્વશિક્ષા અભીયાન અંતર્ગત કરોડો રૂપિયા, ITI બનાવી, બસ સ્ટેશન માટે તૈયારીઓ ચાલી રહી છે. આ ઉપરાંત અનેક ઈન્ફ્રાસ્ટ્રકચર ના કામો થયા છે. અને તદુપરાંત પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ, માં કાર્ડ, વૃદ્ધ પેન્શન, વિધવા સહાય, ફ્રી રાશન, ગરીબ કલ્યાણ યોજનાઓ, વેક્સીન, વગેરે યોજનાઓના લાભાર્થીઓને ભેગા કરી અને તેઓનું સંમેલન કર્યું હતું જેમાં ગરબાડા તાલુકાના તમામ મોરચાના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments