દાહોદ રોટરી ઇન્ટરનેશનલ નો 2018 – 2019 નો ઇન્સ્ટોલેશન સમારોહ યોજાયો

0
241

 

 

 

સેવા કે અમૃત દ્વારા ઇન્ટરનેશનલ ૩૦૪૦ રોટરી ક્લબ ઓફ દાહોદ દ્વારા તા.૦૪/૦૮/૨૦૧૮ના પ્રમુખ, મંત્રીની તથા નવા વરાયેલા રોટેરીયન સદસ્યોની શપથ ગ્રહણ રાખવામાં આવ્યો હતો. જેમાં રોટે. નવીન નાહર, દેવાસના સહાયક ગવર્નર, દાહોદ નગર પાલિકા પ્રમુખ અભિષેક મેડા, કલેક્ટર ચીટનીસ મેહુલ ખાંટ, RCC અધ્યક્ષ દિનેશ રાઠોડ, રાહુલ મોટર્સના ઓનર રાહુલ તલાટી, ગોધરા ૩૦૪૦ ના રોટે. આ. ગવર્નર ડો.જૈમીન શાસ્ત્રી ના અધ્યક્ષ સ્થાને પ્રમુખ રોટે. છોટુભાઈ તથા મંત્રી રોટે. રમેશભાઈ જોષી, સદસ્ય સભ્યો, ખજાનચી સંજય બારીયા, રોટરી પીન કોલર પહેરાવી શપથ ગ્રહણ કરાવ્યા હતા.
આ તમામ કાર્યક્રમની પૂર્વ તૈયારી ડિસ્ટ્રીકટ ચેરમેન રોટે. સી.વી. ઉપાધ્યાય સાહેબે કરી હતી. ૨૦૧૭ – ૨૦૧૮ ના બેસ્ટ રોટરી ક્લબ નો એવોર્ડ પણ રોટે.નાહર સાહેબના હસ્તે આપવામાં આવ્યો હતો. મેઘનગરના ગવર્નર રોટે. બાફનાએ સંગીતગાન થી રોટરીના સભ્યોને આનંદિત કર્યા હતા.શહેરના નામાંકિત મહેમનોની હાજરી સારી રહી હતી. જેમાં ગણેશ પ્રાર્થના થી બલિકાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here