દાહોદ શહેરના સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતે આજે ભાજપના કેન્દ્રીય મહિલા મોર્ચના અઘ્યક્ષ સ્થાને દાહોદ જિલ્લા મહિલા મોર્ચનું ધન્યવાદ સંમેલન યોજાયું

0
221

Keyur A. Parmar

logo-newstok-272-150x53(1)

KEYUR PARMAR – DAHOD

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય શહેર દાહોદના સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતે મહિલા મોરચા સંમેલનમાં રાષ્ટ્રીય મહિલા મોરચના અધ્યક્ષ વિજીયાબેન દાહોદ જિલ્લાના પ્રભારી સિદ્ધિબેન જોશી, જ્યોતિબેન, મીનાબેન, પાલિકા પ્રમુખ સંયુક્તાબેન મોદી, વિનાબેન, રીનાબેન, રંજનબેન, સલમાબેન, પુષ્પાબેન અને પાલિકાના કાઉન્સિલર બહેનો અને ભાજપની બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

અતિથી વિશેષ તરીકે કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોર અને તેમની સાથે શંકર આમલિયાર, મહેશ ભૂરિયા, દીપેશ લાલપુરવાલા તથા યુવા ભાજપના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જ્યોતિબેન પંડ્યા ગુજરાત મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષએ જણાવ્યું હતું કે આટલી મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહેશે તેવી આશા ન હતી.

આ પ્રસંગે સિદ્ધિબેન જોશીએ સ્વાગત પ્રવચન આપ્યું હતું. મંત્રી જસવંતસિંહએ આ પ્રસંગે તેઓને અને ભાજપની સરકારને જીતાડવા માટે ધન્યવાદ કર્યો હતો. અને મહિલા મોરચા દાહોદની 6 સીટ જીતાડવા માટે મહિલા મોરચો આગળ આવી અને સાથ સહકાર આપે તેવું જણાવ્યું હતું. અને મહિલાઓની પચાસ ટકા માટે માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો તેમજ ગુજરાતના મુખ્ય મંત્રીનો આભાર માન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here