દાહોદ સ્માર્ટ સીટી પ્રકલ્પો પૈકીના સિવરેજ અને સ્ટોર્મ વોટર ડ્રેનેજ પ્રોજેક્ટનું થયું ઉદ્ઘાટન

0
160

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

  • સ્ટ્રોમ વોટર પ્રોજેક્ટ દાહોદ નગરમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા આધુનિક પદ્ધતિથી વધુ સુદ્રઢ કરવામાં આવશે.
  • ₹.૧૩૪ કરોડના સિવરેજ અને સ્ટ્રોમ વોટર પ્રોજેક્ટનું રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ અને સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા ખાતમુહૂર્ત.
  • ₹.૨૪.૮૪ કરોડના સીવરેજ પ્રોજેક્ટ અંતર્ગત નગરમાં ૩૮ કિ. મિ. લાંબી ગટર લાઇન બિછાવવામાં આવશે, જળાશયો પ્રદૂષિત થતાં બચશે.

સમગ્ર ભારત વર્ષમાં 100 સ્માર્ટ સિટીઓની પસંદગી કરવામાં આવી છે. તે પૈકીની એક માત્ર એવી નગરપાલિકા વાળી સ્માર્ટ સિટીમાં માત્ર દાહોદનો સમાવેશ કરાયો છે ત્યારે દાહોદમાં સ્માર્ટ સીટીના પ્રકલ્પો પૈકીના ઘણા કામો છે અને તે ધીરે ધીરે શરૂ થશે. તે પૈકી દાહોદમાં આજે બે પ્રકલ્પો પૈકી સિવરેજ અને સ્ટોર્મ વોટર ડ્રેનેજ પ્રોજેક્ટનું થયું ઉદ્ઘાટન. દાહોદના ગોદી રોડ વિસ્તારમાં દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર અને ગુજરાત રાજ્યના મંત્રી બચુભાઇ ખાબડ દ્વારા કરવામાં આવ્યું હતું. વોટર ડ્રેનેજ પ્રોજેક્ટ દ્વારા વરસાદી પાણીનો તળાવ અને જળાશયોમાં સંગ્રહ કરવામાં આવશે અને તેની કુલ લંબાઈ ૧૬૧ કી.મી થશે. જ્યારે સિવરેજ પ્રોજેક્ટની મદદથી સમગ્ર દાહોદની સિવરેજ લાઈનોને એક સિવરેજ નેટવર્કથી જોડી દેવાશે અને પહેલા જે ગટરનું ગંદુ પાણી તળાવમાં છોડી દેવાતું હતું તેની જગ્યાએ હવે તેને ટ્રીટમેન્ટ કર્યા પછી છોડવામાં આવશે.આ પ્રસંગે દાહોદના ભાજપના સંગઠનના હોદ્દેદારો, નગર સેવા સદનના પ્રમુખ – ઉપપ્રમુખ તથા દાહોદના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here