દાહોદ RTO ઓફિસના પટાંગણમાં 33માં માર્ગ સલામતી સપ્તાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી

0
56

દાહોદ ARTO ઓફિસ ખાતે આજે તા.૧૧/૦૧/૨૦૨૩ ને બુધવારના રોજ 33માં માર્ગ સલામતી સપ્તાહની દીપ પ્રાગટ્ય કરી દાહોદ ARTO અને ટ્રાફિક પોલીસ દ્વારા ભવ્ય ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે મંચ ઉપર દાહોદ ASP જદગીશ બાંગરવા, ARTO સી.ડી. પટેલ, વી.એમ. પરમાર, ડી.એમ. ભટ્ટ કાર્યપાલક ઇજનેર અને DEO કાજલબેન દવે ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે DEO કાજલબેન દવે એ જણાવ્યું હતું કે ટ્રાફિક અને ડ્રાઈવિંગ રિલેટેડ કે પ્રાથમિક જ્ઞાન છે તે વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી મળે તેવું પ્રવધાન સરકાર દ્વારા કોઈ જોગવાઈ થાય તોય વધુ લાભદાયી નીવડે. ત્યાર બાદ દાહોદ RTO ઓફિસ થી દાહોદ ARTO સી.ડી. પટેલ અને ASP જગદીશ બાંગરવાએ રેલીને લીલી ઝંડી બતાવી અને રવાના કરી હતી. આ રેલીમાં ટ્રાફિક બ્રિગેડ, RTO સ્ટાફ તેમજ શહેરની જનતાના લોકો જોડાયા હતા.

આ રેલી દાહોદ RTO ઓફિસ થી સરદાર ચોક, ગાંધી ચોક, માણેક ચોક, ભગિની સર્કલ થી વિવેકાનંદ સર્કલ થી ગોદી રોડ અને ચાકલિયા રોડ ગોવિંદનગર થી જૂના ઇન્દોર રોડ થી પરત RTO ઓફિસએ પહોંચી હતી અને રેલીનું સમાપન થયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here