દેવગઢબારીયા રમત-ગમત સંકુલ ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત-કબડૃી સ્પર્ધાને ખુલ્લી મુકતા રાજય મંત્રી  બચુભાઇ ખાબડ 

0
818

 


Keyur A. Parmar
logo-newstok-272-150x53(1)

 

KEYUR PARMAR DAHOD

રાજયના જુદા જુદા જિલ્લાની ૪૦ ટીમોના ૪૦૦ કિશોરોએ કબડૃી સ્પર્ધામાં ભાગ લીધો

ખેલમહાકુંભ દ્રારા ગ્રામિણ ક્ષેત્રોના યુવાનોમાં રહેલી ક્ષમતાને બહાર લાવી શકાઇ છે.

સ્વ.જયદિપસિંહજી રમત ગમત સંકુએ રમત-ગમત માટેનું રાજયમાં ગ્રામિણ હરોળનું સંકુલ છે.

                                            પશુપાલન અને ગૈાસંવર્ધન રાજય મંત્રી બચુભાઇ ખાબડ

 

દાહોદઃ-મંગળવારઃ- ગુજરાત રાજય ગાંધીનગર, રમત-ગમત યુવા અને સાંસ્કૃતિ પ્રવૃત્તિ વિભાગના ઉપક્રમે દાહોદ જિલ્લા વહીવટીતંત્ર આયોજીત તા. ૨૬/૯/૨૦૧૬ થી તા. ૧/૧૦/૨૦૧૬ સુધી યોજનાર રાજયકક્ષાના ખેલ મહાકુંભ અંતર્ગત ૧૭ વર્ષથી નીચેના ભાઇઓ-બહેનો માટેની કબડૃી સ્પર્ધા દેવગઢબારીયા રમત ગમત સંકુલ ખાતે યોજાઇ રહી છે.

   યોજાયેલ-કબડૃી સ્પર્ધાને દીપ પ્રાગટય સાથે ખુલ્લી મુકતાં રાજયના પશુપાલન અને ગૈાસંવર્ધન રાજયમંત્રી શ્રી બચુભાઇ ખાબડે જણાવ્યું હતું કે રાજયના તત્કાલિન મુખ્ય મંત્રી અને દેશના હાલના વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઇ મોદીએ ગ્રામિણ ક્ષેત્રાના યુવાધનમાં પડેલી સુષુપ્ત શકિતઓને ઉજગાર કરવા ખેલ મહાકુંભ દ્રારા ગ્રામિણ ક્ષેત્રોની રમતોને પ્રાધાન્ય આવ્યું અને આખેલ મહાકુંભ દ્રારા ગ્રામિણ ક્ષેત્રોની શકિતઓ  બહાર આવી જેમાં ધાનપુર જેવા અંતરિયાળ તાલુકાના ગામડાના બે યુવાનોએ કબડૃી જેવી સ્પર્ધાઓમાં ગોલ્ડ મેળવી દાહોદ જિલ્લાનું રાજય ર્તરે નામ રોશન કર્યું છે. મહારાજી સ્વ.જયદિપસિંહજીએ રમત ગમતને પ્રાધાન્ય આપ્યું હતું. રાજય સરકાર પણ દેવગઢબારીયા રમત-ગમત સંકુલના વિકાસ માટે કટિબધ્ધ છે. ૬ કરોડના ખર્ચે રહેવા-જમવા-જણવટ સહિતની હોસ્ટેલના ઉપયોગ દ્રારા ખેલાડીઓ પોતાના લક્ષ્ય તરફ આગળ વધી રહયાછે. આગામી સમયમાં રાજય સરકાર ખેલ મહાકુંભ યુનિવર્સિટી પણ દેવગઢબારીયા ખાતે શરૂ કરવા માટેનું વિચારીરહી છે. ત્યારે ખેલાડીઓ પોતાની ક્ષમતાઓને મેદાનમાં ઉતારી હાર જીતને ધ્યાનમાં ન રાખતાં પૂરા દેશમાં પોતાની શકિતઓનું  નામ રોશન કરે તેવી શ્રી ખાબડે અપેક્ષા વ્યકત કરી હતી.

   જિલ્લા કલેકટરશ્રી એલ.પી.પાડલીઆએ પ્રાસંગોચિત પ્રવચન કરતાં જણાવ્યુ; હતું કે દેવગઢબારીયા રમત-ગમત સંકુલ ખેલાડીઓને અનુકુળ આવે એવું વાતાવરણ-સાથેનું સુવિધા સાથેનું સંકુલ રાજયમાં પ્રસ્થાપિત થયું છે. દેવગઢબારીયા રાજવી પરિવાદ રમત-ગમત ક્ષેત્રના વિકાસ માટે પોતાનીજમીન સરકારને દાન-પેટે આપી છે. જે ગ્રામિણ ખેલાડી-યુવાધનમાટે ખૂબ જ લાભદાપી બની  રહયું છે. રમત-ગમત દ્રારા તરૂણો- તરૂણ તરૂણા યુવાનોમાં શારીરિક ક્ષમતા-સાથે માનસિક ક્ષમતામાં વધારો થાય છે. રચનાત્મક પ્રવૃતિઓ, વાંચન-લેખનની શકિતઓમાં વધારો થતા ઉજજવળ ભવિષ્યનું નિર્માણ કરી શકે છે. ત્યારે ખેલદિલી પૂર્વક જે તે રમતમાં પોતાનું કૈાવત બતાવે તેમ જણાવી ખેલાડીઓને શ્રી પાડલીઆએ પ્રોત્સાહિત કર્યા હતા.navi 2images(2)

  પૂર્વધારાસભ્યશ્રી તુષાર બાબાએ પ્રાસંગોચિત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે સ્વ.જયદિપસિંહજી રમત-સંકુલના વિકાસ માટે તથા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે રાજય સરકારે કરેલા  પ્રયાસોનો ઉલ્લેખ કરતાં કબડૃી જેવી સ્પર્ધાને વિશ્વ સ્તરીય રમત-ગમતમાં ગણના થઇ છે. અને તે સ્પર્ધા ગુજરાતની ઘરતી પર યોજાવાની છે. તેમ શ્રી તુષાર બાબાએ જણાવ્યું હતું  આ કબડૃી સ્પર્ધામાં રાજયના જુદા જુદા જિલ્લાની ૪૦ ટીમોના ૪૦૦ જેટલા સ્પર્ધાકોએ ભાગ લીધો છે.

  આ પ્રસંગે રાજય મંત્રીશ્રી બચુભાઇ ખાબડ, કલેકટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વગેરે મેદાન પર જઇ ખેલાડીઓ સાથે હસ્ત ધૂનન સાથે ટોસ્ટ ઉછાળી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા

    આ પ્રસંગે સ્વાગત પ્રવચન દેવગઢબારીયા પ્રાંત અધિકારી  જે.કે.જાદવે  કર્યું હતું.

  આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી  સુજલ મયાત્રા, તાલુકા પંચાયત પ્રમુખ પર્વતીબેન રાઠવા, નગરપાલિકા પ્રમુખ ર્ડા. ચાર્મી સોની, સામાજીક કાર્યક્રર  સુરસીંગભાઇ ચૈાહાણ, જિલ્લા શિક્ષણધિકારી  બી.એમ.નીનામા, જિલ્લા પ્રાથમિક શિક્ષણધિકારીશ્રી વ્યાસ, દાહોદ જિલ્લા રમત-ગમત અધિકારી  વિરલ ચૈાધરી, ગોધરા જિલ્લા રમત ગમત અધિકારી  પી.આર.કલાસવા, દેવગઢબારીયા સિનીયર કોચ  એસ.કે.ડામોર તથા અન્ય કોચ, નિર્ણાયકો, કબડૃીના ખેલાડીઓ, અન્ય મહાનુભાવો નગરજનો વગેરે ઉપસ્થિત રહયા હતા.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here