ભારતીય જનતા પાર્ટી ઝાલોદ વિધાનસભા દ્વારા ગત રોજ પંડિત દિનદયાળ જન્મ જયંતિ તેમજ સેવા સપ્તાહ નિમિતે સાઈ મંદિર ખાતે મેગા મેડિકલ કેમ્પ યોજાયો. આ કાર્યક્રમ સાથે સાંઈ બાબાના દર્શન કરી પંડિત દિનદયાલજીને પુષ્પાંજલિ અર્પી મેડિકલ કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ શીતલકુમારી વાઘેલા, સુમિત્રાબેન, ઝાલોદ શહેર પ્રમુખ દિનેશભાઈ પંચાલ, અનૂપભાઈ પટેલ, જીતુભાઈ આચાર્ય, બતુલભાઈ, ટપુભાઈ વસૈયા, સંતોષભાઈ, દુર્ગેશભાઈ, ગોપાલભાઈ દરજી, અનિલભાઈ ભાભોર, રામચંદ્રભાઈ ડબગર, ચંદાભાઈ દરજી, સરકારી હોસ્પિટલના ડૉક્ટર અંજલિ, કિંજલ તેમજ સમગ્ર ડોક્ટર્સ ટીમ, સમગ્ર ઝાલોદ શહેરના ભારતીય જનતા પાર્ટી સંગઠનના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર્સ દ્વારા ઝાલોદ તેમજ આસપાસના ગામના લોકોની વિવિધ રોગોની તપાસ તેમજ સારવાર ફ્રી માં કરવામાં આવી હતી.
પંડિત દિનદયાળ જન્મ જયંતિ તેમજ સેવા સપ્તાહ નિમિતે ઝાલોદ સાઈ મંદિરનાં પટાંગણમાં યોજાયો મેગા મેડિકલ કેમ્પ
RELATED ARTICLES