પોતાના સગાં મોટા ભાઈનું મૃત્યુ થયું હોવા છતાં પણ ફરજ ઉપર તૈનાત ગરબાડા P.S.I. પી.કે.જાદવ : અંતિમ સંસ્કાર પૂર્ણ કરી તરતજ ડ્યૂટી ઉપર થયા હાજર

0
53

મોટા ભાઈની અંતિમ વિધિ પત્યા બાદ તુરંત જ ફરજ માટે રવાના થયા : હજારો સલામ છે આવા પોલીસ અધિકારીને

મૂળ પંચમહાલ જિલ્લાના મોરવાહડફ તાલુકાના મેત્રાલ ગામના વતની અને અમદાવાદ રહેતા અને હાલ ગરબાડા પોલીસ મથકમાં P.S.I. તરીકે ફરજ બજાવતા પી.કે.જાદવ સાહેબના મોટાભાઈ હરદેવસિંહ જાદવને કેન્સરની બીમારી હતી અને તેઓની અમદાવાદ ખાતે તેમના ઘરે જ પાછલા બે માસથી ટ્રીટમેન્ટ ચાલી રહી હતી.

ગત રોજ તારીખ ૨૪ માર્ચના રોજ અમદાવાદ ખાતે ગરબાડા P.S.I. પી.કે.જાદવના મોટાભાઈ હરદેવસિંહ જાદવનું બીમારી વશ મૃત્યુ થતાં તેઓ તાત્કાલિક અસરથી અમદાવાદ તેમના મોટાભાઈની અંતિમવિધિમાં ગયા હતા. એક તરફ કોરોના વાયરસને લઈને સમગ્ર દેશ અને દુનિયામાં ગંભીર પરિસ્થિતિ હોઈ આવા સમયમાં રજા મળવી પણ મુશ્કેલ હોય જે પરિસ્થિતિને ધ્યાનમાં રાખી મોટાભાઈની અંતિમ વિધિ પૂર્ણ કર્યા બાદ તુરંત જ પોતાની ફરજ ઉપર હજાર થવા ગરબાડા આવવા રવાના થયા હતા અને ગરબાડા આવી પોતાની ડ્યુટી જોઈન્ટ કરી લીધી હતી.

પોતાના ઘરમાં જ આવી કરૂણ ઘટના બની હોવા છતાં દેશની જનતાના હિત માટે પોતાના જીવને જોખમમાં મૂકીને પણ આ પોલીસ અધિકારી પોતાની ફરજ ઉપર હાજર થઈ ખડેપગે ફરજ બજાવી રહ્યા છે. ખરેખર આવા પોલીસ અધિકારીને હજારો સલામ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here