પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત 2025 અભિયાન અંતર્ગત આજે તા.૦૩/૦૩/૨૦૨૩ ને શુક્રવારના રોજ ફતેપુરા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, મારગાળા ખાતે નિકસય મિત્ર બની જેમના દ્વારા ન્યુટ્રીશન કીટ વિતરણ નો કાર્યક્રમ રાખવામા આવેલ હતો.
તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. સુરેશ આમલિયાર, મેડિકલ ઓફિસર ડો.વિનોદ ડીડોર અને તાલુકા ટી.બી. સુપરવાઈઝર નટવરલાલ પારગી, હિતેન્દ્રભાઈ પ્રજાપતિ વિગેરેની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમા પ્રા. આરોગ્ય કેન્દ્ર સુપરવાઇઝર જેસિગભાઈ ચારેલ તથા મલ્ટી પર્પજ હેલ્થ વિઝીટર સંજયભાઈ ભાભોર, અયોધ્યાકુમાર બારોટ, અંનતકુમાર ચૌધરી, અતુલભાઈ ભાભોર, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર સોનલ પરમાર, વૃષ્ટિબેન ચંદાણા, ફિમેલ હેલ્થ ડિજિટર કિંજલબેન પટેલ, સુમિત્રાબેન માલ કે જેમણે 12 ટીબી ના દર્દીને દત્તક લઈ તેમને 1 મહિનાની કિટ આપવામા આવી હતી. હવે 6 મહિના સુધી ન્યુટ્રીશન કીટ તેઓને આપવામાં આવશે અને દર મહિનાની 10 તારીખે આ કીટ આપવામા આવશે
આ સમગ્ર કાર્યક્રમ ડો.આર.ડી. પહાડીયા જિલ્લા ક્ષય અધિકારી દાહોદનાં અર્ગદર્ષણ હેઠળ કરવામા આવ્યો હતો.