Thursday, January 2, 2025
Google search engine
HomeFatepura - ફતેપુરાફતેપુરામાં દશામાતાના તહેવારને લઈને ફતેપુરા અને ગ્રામ્ય વિસ્તારના લોકોમાં અને વેપારીઓમાં જોવા...

ફતેપુરામાં દશામાતાના તહેવારને લઈને ફતેપુરા અને ગ્રામ્ય વિસ્તારના લોકોમાં અને વેપારીઓમાં જોવા મળી રહ્યો છે અનેરો ઉત્સાહ

દશામાંની વિવિધ જાતની મૂર્તિઓને નવીન શણગાર કરી ભક્તોમાં જોવાતો અનેરો ઉત્સાહ

શ્રાવણ માસ ચાલુ થતાં ધાર્મિક તહેવારોની સિઝન પણ ચાલુ થઈ જાય છે, તેમાં દિવસા (અમાવસ) ના દિવસથી દશામાંના તહેવાર શરૂઆત થાય છે, સમગ્ર હિન્દુઓની આસ્થા મુજબ સમગ્ર જિલ્લામાં દશામાંના તહેવારની ઉજવણી કરવામાં આવે છે, છેલ્લા બે વર્ષ દરમ્યાન કોરોનાને લીધે સીમિત માત્રામાં તહેવારની ઉજવણી કરવામાં આવતી હતી પણ આ વર્ષે મૂર્તિકારો છૂટથી મૂર્તિઓ વેચવા માર્કેટમાં આવેલ છે, તેમના પાસે રંગ બીરંગી – નાની મોટી દરેક પ્રકારની મૂર્તિઓ શણગાર કરી સજાવેલી જોવા મળી રહી છે, અનેક પ્રકારની મૂર્તિઓ જોઈ દશામાંના ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ધાર્મિક શાસ્ત્રો મુજબ દશામાતાના વ્રતનો તહેવાર દિવાસા (અમાવાસ) નાં દિવસથી ચાલુ થાય છે અને દશ દિવસ સુધી દશામાતાની મૂર્તિની સ્થાપના પોતાના ઘરે કે ગામમાં કરવામાં આવે છે, રોજ સવારે પવિત્ર થઈ દશામાના ભક્તો દ્વારા પૂજા કરવામાં આવે છે અને દસ દિવસ સુધી દશામાંની સેવા પૂજા કરવામાં આવે છે અને અમુક વિસ્તારોમાં તો રોજ માઁ દશામાંના ગરબા તેમજ જાગરણ પણ કરવામાં આવે છે.

ફતેપુરા બજાર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પણ દશામાંના તહેવાર ને લઈ અનેરો ઉત્સાહ જોવાઈ રહેલો છે, હવે બે દિવસો બાકી રહેલા હોવાથી દશામાંના ભક્તોનો મૂર્તિ લેવા માટે ઘસારો જોવા મળી રહેલ છે. આમ ભાવિક ભક્તો અને મૂર્તિ વેચનાર વેપારીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments