ફતેપુરા ખાતે ફર્નિચરના ગોડાઉનમા ભીષણ આગ લાગતા ભારે નુકશાન ફાયર ઝાલોદથી આવે ત્યાં સુધી ફર્નીચર બળીને ખાખ

0
504

IMG_9703

logo-newstok-272

Sabir Bhabhor – Fatepura 

  દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથકે આવેલ ફર્નિચર ના ગોડાઉન મા રાત્રી ના સમયે આગ લાગતા અંદર રાખેલ તમામ સામાન બળી જવા પામ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર   દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથકે ઉખરેલી રોડ ઉપર આવેલ રેનુ ફર્નિચર નુ  કરોડીયા ખાતે આવેલ એક મકાન મા ગોડાઉન રુપે તેમા ગાદલા બનાવવા માટે નુ રુ તથા પલંગ અને તીજોરી તથા અન્ય સામાન મુકેલ હતો. ગતરાત્રી ના સમયે તે મકાન મા અચાનક આગ લાગતા આજુબાજુ ના લોકો જાગી ગયા હતા અને બધાએ સાથે મળી આગ ઓલવવા અથાગ પ્રયત્નો કર્યા હતા અને ઝાલોદ ફાયર બ્રિગેડ ને જાણ કરી હતી પરંતુ તમામ પ્રયત્નો નિષ્ફળ નિવડયા હતા ફાયર બ્રિગેડ પહોચે ત્યા સુધી તમામ માલ સામાન બળીને ખાખ થઇ જવા પામ્યો હતો. અને મકાન ને પણ નુકસાન પહોચવા પામ્યુ હતુ. જો કે સદનસીબે કોઇ જાનહાનિ થવા પામી નહોતી. તેમજ આગ લાગવાનુ કારણ પણ ચોક્કસ જાણી શકાયુ નથી.
ઉલ્લેખનીય છે કે જો ફતેપુરામા ફાયર બ્રિગેડ ની સુવિધા ઉપલબ્ધ કરવામા આવે તો આવા સમયે થતા મોટા નુકશાનથી બચી શકાય ગમે ત્યારે આવી ઘટના બને ત્યારે ઝાલોદ થી ફાયર બ્રિગેડ બોલાવવામા આવે છે પરંતુ ફાયર બ્રિગેડ પહોચતા જ એક કલાક વધારે સમય નીકળી જાય તેથી તેનો કોઇ ફાયદો રહેતો નથી. તંત્ર દ્રારા વહેલી તકે ફાયર બ્રિગેડ ની ફાળવણી કરવામા આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here