Tuesday, January 14, 2025
Google search engine
HomeFatepura - ફતેપુરાફતેપુરા તાલુકાનાં ઝેર ગામે મહાકાળી માતાનાં મંદિરનું આધુનિકરણ કરવા તથા પ્રવાસન ધામ...

ફતેપુરા તાલુકાનાં ઝેર ગામે મહાકાળી માતાનાં મંદિરનું આધુનિકરણ કરવા તથા પ્રવાસન ધામ તરીકે વિકસાવવા માટે આગેવાનો દ્વારા યોજાઈ બેઠક

THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS

નવિન મંદિરના નિર્માણ સાથે ડબલ ટ્રેક રોડ અને નવીન આશ્રમનુ નિર્માણ કરાશે..

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ઝેર ગામે આવેલ વર્ષો પુરાણા મહાકાળી માતાજીના મંદિરના નિર્માણ અને મંદિર પરિસરના વિસ્તારને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા માટે લોકોની પ્રબળ માંગ ઉઠવા પામી હતી. જેના પગલે સરકાર દ્રારા આ જગ્યાના વિકાસ માટે ₹. ૬૦ લાખ જેટલી માતબર રકમની ફાળવણી કરાતા અત્યંત આધુનિક મંદિરનુ નિર્માણ ડબલ ટ્રેક રોડ નવિન આશ્રમ આ વિસ્તારને હરિયાળી ક્રાંતિથી વિકસિત કરવા માટે બેઠક યોજવામા આવી હતી. ઝેર ગામે માતાજીના પરિસર સ્થાન પર જીલ્લા પંચાયતના સભ્ય શાન્તાબેન મુકેશભાઇ (ટીના) પારગી, દાહોદ જીલ્લાના આદિજાતી મોરચાના મંત્રી ચતુરભાઇ પાંડોર, પશ્ર્ચિમ રેલ્વેના સભ્ય રીતેષભાઇ પટેલ, સરપંચ બિંદુબેન તેરસિગભાઇ પાંડોર, મિતેશભાઇ દરજી, સહિત ટ્રસ્ટના લોકો સાથે મિટિંગ યોજી મહાકાળી માતાનુ તેમજ પંચમુખી હનુમાનજી મંદિરનુ નિર્માણ, ડુંગર પર ચઢવા માટે ડબલ ટ્રેક રોડ પગથિયા, નવિન આશ્રમ સહિતના વિકાસ માટે આયોજન કરવામા આવ્યુ હતુ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments