ફતેપુરા તાલુકાના બાવાની હાથોડ ગામમાં ₹.૭ કરોડના ખર્ચે ૧૦ હજાર લીટરનો સંપ બંધાશે : પેટા પાણી પુરવઠા દ્વારા ૨૫ ગામોને અપાશે પાણી

0
211

 PRAVIN KALAL –– FATEPURA 

 

 

 

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના બાવાની હાથોડ ગામમાં ₹.૭ કરોડના ખર્ચે ૧૦,૦૦૦ લીટર પાણીની ક્ષમતા ધરાવતો અને આજુબાજુના ૨૫ ગામોને આવરી લેવાય તેવો સંપ બનાવવામાં આવશે.  તેમાંથી પેટા પાણી પુરવઠા દ્વારા ૨૫ ગામોને પાણી અપાશે. મળેલ માહિતી મુજબ ફતેપુરા તાલુકાના બાવાની હાથોડ ગામના ઉપપ્રમુખ જવરાભાઈ તથા ગ્રામ પંચાયતના સરપંચ તથા તાલુકાના મહામંત્રી ભરતભાઈ  ગૌતમભાઈ તથા ગામના આજુબાજુના વડીલો હાજર રહી બાવાની હાથોડ, બારીયાની હાથોડ, ચીખલી તથા ગવાડુંગરા, નીનકા, ભાટ, મુવાડી, બલૈયા, નાનીરેલ, સેણયા તેવા અનેક ગામડાઓ સ્ટોરેજ કરીને બાવાની હાથોડથી પાઇપ લાઇન દ્વારા પહોંચાડવામાં આવશે ત્યારે પાણી પુરવઠા દ્વારા આનું ખાતમુુહર્ત કરી તાત્કાલિક યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here