Friday, January 3, 2025
Google search engine
HomeFatepura - ફતેપુરાફતેપુરા તાલુકાના ભીચોર ગામે ટ્રેક્ટર પલટી ખાતા ગમખાર અકસ્માત, ઘટના સ્થળે જ...

ફતેપુરા તાલુકાના ભીચોર ગામે ટ્રેક્ટર પલટી ખાતા ગમખાર અકસ્માત, ઘટના સ્થળે જ ૨ નાં મોત

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ભીચોર ગામેથી લગ્ન પ્રસંગ હોવાથી કન્યાને દાગીના પહેરાવવા તથા કપડાં, ચંપલ તેમજ કટલરી જેવો સમાન લેવા પોતાના પરિવારના મહિલા અને પુરુષો સાથે ટ્રેકટરમાં સવાર થઈ રાજસ્થાનના ગાંગડતલાઈ ગામે જતા હતા તે વેળા ટ્રેક્ટર વળાંકમાં ટ્રેકટર ચાલકે સ્ટેરીંગ ઉપર કાબૂ ગુમાવતા ટ્રેકટર અચાનક પલટી મારતા સર્જાયો અકસ્માત. આ અકસ્માતમાં કુલ ૨૩ લોકો ઘાયલ થયા હતા જેમાં ૨ મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું બાકીના વ્યક્તિઓને ઇમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત ફતેપુરા આરોગ્ય કેન્દ્ર ખાતે દાખલ કરી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી પરંતુ અમુક વ્યક્તિઓની હાલત ગંભીર જણાતા તેઓને દાહોદ તેમજ સંતરામપુર ખાતે રિફર કરવામાં આવ્યા હતા. ટ્રેક્ટરમાં સવાર વિછલીબેન નાનજીભાઈ બારીયા, ઉ.વ. – 65 વર્ષ  રહે.ભીચોર તેમજ મીનાબેન વાઘજીભાઈ મછાર રહે બોરીચા ઉ.વ. – 55 વર્ષ નું ઘટના સ્થળે જ  મોત નિપજ્યું હતું.

ઉપરોક્ત અકસ્માત સંદર્ભે ફતેપુરા પોલીસે ઘટના સ્થળે જઈને આગળની કાર્યવાહી તેમજ તપાસના ચક્ર ગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments