ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક રાખવામાં આવી

0
10

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરામાં આગમી તહેવારો અને હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આજે તા.૦૫/૦૮/૨૦૨૨ ને શુક્રવારના રોજ શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં દશામાતાના તહેવારને લઈ વિસર્જનમાં ખાસ તકેદારી રાખવી, 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં સાથ અને સહકાર આપી ઉજવણીમાં સહભાગી બનવું, હર ઘર તિરંગા લગાવી આઝાદીના અમૃત મહોત્સવમાં ભાગ લેવો, લોક ભાગીદારીથી નગરના વિવિધ વિસ્તારોમાં સી.સી.ટી.વી કેમેરા લગાવવા માટે સાથ સહકાર આપવો, કોમી એકતા જળવાઈ રહે, સદભાવના ભાઈચારો જળવાઈ રહે, આવનાર તહેવારો હળીમળીને ઉજવાય, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે જેવા મુદ્દાઓની ચર્ચા ફતેપુરા PSI બરંડા નાં અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં મુસ્લિમ સમાજ તેમજ હિન્દુ સમાજના લોકો તેમજ આજુબાજુની ગ્રામ પંચાયતોના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here