Thursday, January 2, 2025
Google search engine
HomeFatepura - ફતેપુરાફતેપુરા વિધાનસભા વિસ્તારમાં દ્રોપદી મુરમુના વિજ્યોત્સવ ની ભવ્ય ઉજવણી કરાઈ

ફતેપુરા વિધાનસભા વિસ્તારમાં દ્રોપદી મુરમુના વિજ્યોત્સવ ની ભવ્ય ઉજવણી કરાઈ

નાના કુળની છેલ્લી વારી ગુરુ ગોવિંદની ભવિષ્યવાણી સાચી પડી. આપણા આદિવાસી સમાજની મહિલા ભારત દેશની રાષ્ટ્રપતિ બની : દંડક રમેશભાઈ કટારા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રીમતી દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયાએ માટે અભિનંદન પાઠવ્યા હતા.

ભારત ઈતિહાસ આ લખે છે. એવા સમયે જ્યારે 1.3 અબજ ભારતીયો આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે, ત્યારે પૂર્વ ભારતના દૂરના ભાગમાં જન્મેલા આદિવાસી સમુદાયમાંથી આવતી ભારતની એક દીકરી આપણા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવી છે. જેને લઈને ફતેપુરા વિધાનસભા વિસ્તારમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. નાચગાન સાથે વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઈ કટારા, દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આમલીયાર, ફતેપુરા વિધાનસભાના પ્રભારી સરદારસિંહ બારીયા, સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

શ્રીમતી દ્રૌપદી મુર્મુજીનું જીવન – તેમનો પ્રારંભિક સંઘર્ષ, તેમની સમૃદ્ધ સેવા અને તેમની અનુકરણીય સફળતા દરેક ભારતીયને પ્રેરિત કરે છે. તેઓ આપણા નાગરિકો, ખાસ કરીને ગરીબ, હાંસિયામાં ધકેલાઈ ગયેલા અને દલિત લોકો માટે આશાના કિરણ તરીકે ઉભરી આવ્યા છે. શ્રીમતી દ્રૌપદી મુર્મુજી એક ઉત્કૃષ્ટ ધારાસભ્ય અને મંત્રી રહ્યા છે. ઝારખંડના રાજ્યપાલ તરીકે તેમનો ઉત્તમ કાર્યકાળ હતો. તેઓ એક ઉત્કૃષ્ટ રાષ્ટ્રપતિ બની રહેશે જે અગ્રેસર રહી નેતૃત્વ કરશે અને ભારતની વિકાસ યાત્રાને મજબૂત કરશે.

ફતેપુરા તાલુકાના સુખસર ખાતે પણ રાષ્ટ્રપતિ તરીકે શ્રીમતી દ્રૌપદી મુર્મુનાં વિજય સરઘસમાં ગુજરાત વિધાનસભાના દંડક અને ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ કટારા દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલીયાર પ્રદેશ આદિજાતિ મોરચાના ઉપાધ્યક્ષ અશ્વિનભાઈ પારગી ફતેપુરા વિધાનસભાના પ્રભારી સરદારસિંહ બારીયા શિક્ષણ સમિતિના ચેરમેન પ્રફુલભાઈ ડામોર, મહિલા મોરચાના મંત્રી નીલમબેન ડીંડોર, તાલુકા મહિલા મોરચાના પ્રમુખ કાંતાબેન ડામોર ફતેપુરા અને સંજેલી મંડળના પ્રમુખ મહામંત્રીઓ વિવિધ હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો એ જણાવ્યું હતું કે આપણા આદિવાસી સમાજના મહિલા ભારત દેશના રાષ્ટ્રપતિ બન્યા છે જે એક ગૌરવની વાત છે. અગાઉના સમયમાં આદિવાસી સમાજના પ્રણેતા ગુરુ ગોવિંદએ ભવિષ્ય વાણી કરી હતી કે નાના કુળની છેલ્લી વારી. એટલે કે નાના સમાજ નો માણસ દેશનું સુકાન સંભાળશે. એ ભવિષ્ય વાણી સાચી પડી છે. આદિવાસી સમાજની મહિલા રાષ્ટ્રપતિ બનતા આદિવાસી વિસ્તારોમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ઢોલ નગારા સાથે વાજતે ગાજતે નાચ ગાન કરવામાં આવ્યું હતું. વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ તરીકે દ્રોપદી મુર્મુનાં વિજયોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments