બે દિકરી પર ઓપરેશન કરાવનાર મહિલાઓને વિરમગામ પ્રાન્ત ઓફિસર પ્રસસ્તિ પારીકનાં હસ્તે રૂ.૫૦૦૦/- ના રાષ્‍ટ્રિય બચતપત્ર આપવામાં આવ્યા

0
217

Nilkanth Vasukiya

logo-newstok-272-150x53(1)

NILKANTH VASUKIYA – VIRAMGAM

વિરમગામ તાલુકા હેલ્થ ઓફિસ સંલગ્ન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મણીપુરાના એક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાંસવાના સેવા વિસ્તારના એક એમ કુલ વિરમગામ તાલુકાની બે મહિલાઓએ માત્ર બે દિકરી પર કુટુમ્બ કલ્યાણનું ઓપરેશન કરાવ્યુ છે. ફકત બે દિકરી પર ઓપરેશન કરાવનાર બન્ને મહિલાઓને વિરમગામ પ્રાન્ત ઓફિસર પ્રસસ્તિ પારીકના હસ્તે રૂ.૫૦૦૦/-ના રાષ્‍ટ્રિય બચતપત્ર આપવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા, એસ.એલ.ભગોરા, કે.એમ.મકવાણા, ગૌરીબેન મકવાણા, નીલકંઠ વાસુકીયા, જયેશ પાવરા ઉપસ્થિત રહ્યા હતા. વિરમગામ પ્રાન્ત ઓફિસર દ્વારા વિરમગામ તાલુકામાં કરવામા આવી રહેલ આરોગ્ય વિભાગની કામગીરીની પ્રસંશા કરવામાં આવી હતી.

PERSONA PLUZ
દિકરી યોજના અંગે માહિતી આપતા તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, ૩૫ વર્ષથી નાની ઉંમરની બહેનો જેને જીવિત સંતાનમાં ફકત એક અથવા બે દિકરી હોય (દિકરો નહીં) તેવી બહેનો કુટુંબ નિયોજન ઓપરેશન કરાવે તેને લાભ મળે છે. ફકત એક દિકરી પર ઓપરેશન કરાવનારને રૂ.૬૦૦૦/- ના રાષ્‍ટ્રિય બચતપત્રો આપવામાં આવે છે. ફકત બે દિકરી પર ઓપરેશન કરાવનારને રૂ.૫૦૦૦/- ના રાષ્‍ટ્રિય બચતપત્રો આપવામાં આવે છે. વિરમગામ તાલુકાના ઉખલોડ તથા વાંસવાના ગામના મહિલાએ બે દિકરી પર કુટુમ્બ કલ્યાણનું ઓપરેશન કરાવ્યુ હતુ. જેથી તેઓને દિકરી યોજના અંતર્ગત મળવાપાત્ર લાભ મુજબ રૂ.૫૦૦૦/- ના રાષ્‍ટ્રિય બચતપત્ર આપવામાં આવ્યા છે. આ બન્ને બહેનોએ દિકરીને જ દિકરા સમાન ગણાવીને બેટી બચાવો અભિયાન માટે ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here