ભાજપના નેતા ડો.શ્રદ્ધા રાજપૂત સહિતના પૂર્વ વિદ્યાર્થીઓને પારુલ યુનિવર્સિટી દ્વારા સન્માનિત કરાયા

0
157

એવોર્ડ હું મારા કોલેજના મિત્રોને તેમજ મારી પાર્ટી ભાજપ ને સમર્પિત કરુ છું : ડૉ. શ્રદ્ધા રાજપુત

અમદાવાદ જિલ્લા ભાજપ મંત્રી, ગુજરાત પ્રદેશ ઉત્તર ઝોનના સંગઠન પર્વના સહ ઇન્ચાર્જ અને પ્રવક્તા ડો. શ્રદ્ધા રાજપૂત સહિતના જાણીતા પૂર્વ વિદ્યાર્થીઓને જાણીતી શૈક્ષણિક સંસ્થા પારુલ યુનિવર્સિટી દ્વારા એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ડૉ.શ્રદ્ધા રાજપુતને એવોર્ડ આપવામાં આવતા પરિવાર સહિત મિત્રોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે અને તેઓને સોશિયલ મીડિયા દ્વારા અનેક લોકો શુભ કામનાઓ પાઠવી રહ્યા છે.
અમદાવાદ જિલ્લા ભાજપ મંત્રી, ગુજરાત પ્રદેશ ઉત્તર ઝોનના સંગઠન પર્વના સહ ઇન્ચાર્જ અને પ્રવક્તા ડો. શ્રદ્ધા રાજપૂતે જણાવ્યું હતું કે, દરેક ના જીવનના ઘડતરમાં બે જગ્યા નું બહુ જ મહત્વ હોય છે (૧) પોતાનું ઘર (૨) શૈક્ષણીક સંસ્થા. મારા જીવનમા કોલેજ કાળ દરમ્યાન મારા શિક્ષક સ્વ. આર.સી. શાહ, ડો.હિનાબેન રાવલ, ડો.નિષાબેન, ડો.બબિતા ધનૂકા, ડો.પિનાકીન ઓઝા, ડો.વંદનાબેન, ડો.ગાયત્રી અંજારીયા તેમજ બીજા ઘણાના આશીર્વાદ થકી હું આજે આ મુકામ પર પહોંચી છું. આ મુકામ પર પહોંચ્યા પછી જ્યારે તમને તમારા ગુરુ દ્વારા આટલી મોટી સંસ્થા (પારુલ યુનિવર્સિટી) મા સન્માનીત કરવામાં આવે ત્યારે જે ખુશી થાય તેને શબ્દોમા વર્ણવી મુશ્કેલ છે. તેની સાથે આ એવોર્ડ હું મારા કોલેજના મિત્રોને તેમજ મારી પાર્ટી ભાજપને સમર્પિત કરુ છું કારણકે તેમનો સાથ અને વિશ્વાસ જ મને કામ કરવાની પ્રેરણા આપે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here