ભારતની અસ્મિતાને લાંછન લાગે તેવું કૃત્ય કોંગ્રેસ પક્ષના નેતા દ્વારા કરવામાં આવ્યું હતું. કોગ્રેસના લોકસભાના પક્ષના નેતા અધિરરંજન ચૌધરી દ્વારા પ્રથમ મહિલા આદિવાસી મહામહીમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી માટે “રાષ્ટ્રપતિ” ના બદલે “રાષ્ટ્રપત્ની” જેવા અશોભનીય શબ્દોનો પ્રયોગ ઇરાદાપૂર્વક કર્યો હતો અને ત્યાર પછી તેની ખૂબ ટીકાઓ સંસદમાં થઈ હતી કારણકે કોંગ્રેસ પાર્ટીના નેતા એટલી હદે છકી ગયા છે કે તેઓ આપણા સર્વોચ્ય પદની ગરિમા પણ રાખી નથી શકતા અને જે બાબત ખુબ જ અપમાનજનક છે અને આવા શબ્દોનો ઇરાદાપૂર્વક પ્રયોગ કરી આદિવાસી સમાજનું પણ અપમાન કર્યું છે. તેના વિરોધમાં આજ રોજ તા. ૨૮/૦૭/૨૦૨૨ ને ગુરુવારના રોજ બપોરે ૦૨:૩૦ કલાકે દાહોદ શહેર ભારતીય જનતા પાર્ટીનો વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ દાહોદ નગરપાલિકા ચોક ખાતે રાખવામાં આવ્યો હતો. જેમાં દાહોદ નગરમાં રહેતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યો હતો.
HomeDahod - દાહોદરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિશે લોકસભામાં કોંગ્રેસના નેતા દ્વારા અશોભનીય ભાષાનો ઉપયોગ કરાતા...