લીમખેડા એડિશનલ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો : પોકસોના આરોપીને 70 વર્ષની સજા અને રૂ. 1,20,000/- નો દંડ

0
88

દાહોદ જિલ્લાના લીમખેડા એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજએ આધાર પુરાવા અને સરકારી વકીલ શંકરભાઈ ચૌહાણની ધારદાર રજુઆતને ધ્યાને રાખી પોકસો અને બળાત્કારના આરોપીને 70 વર્ષની સજા તેમજ 1,20,000/-દંડ ફટકારવામાં આવ્યો.

લીમખેડા એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ બી.કે. પરમાર અને સરકારી વકીલ શંકરભાઈ ચૌહાણ દ્વારા પોકસો અને અપહરણ તેમજ બળાત્કારના આરોપીને 70 વર્ષની સજા કરવામાં આવી. આરોપી વિક્રમ બાબુભાઈ નાયકને લીમખેડા કોર્ટ દ્વારા 363 ના ગુનામાં 3 વર્ષની સજા અને 10 હજારનો દંડ, 366 ના ગુનામાં સાત વર્ષની સજા અને 10 હજારનો દંડ, 376ના ગુનામાં 20 વર્ષની સજા અને 50 હજારનો દંડ, પોક્સોના 2012ના ગુનામાં કલમ 4 હેેેેઠળ 20 વર્ષની સજા અને 25 હજારનો દંડ અને પોક્સો 2012 ના ગુનામાં કલમ 6 હેેેેઠળ 20 વર્ષ ની સજા અને 25 હાજર નો દંડ. આમ અલગ અલગ ગુનામાં અલગ અલગ સજા અને દંડ ફટકારવામાં આવ્યો. અને આ બધી જ સજા એક સાથે ભોગવવાની રહશે. જે આરોપી વિરુદ્ધ સાગટાળા પોલીસ સ્ટેશનમાં તા.15/1/21 ના રોજ 15 વર્ષ 11 માસ અને 5 દિવસ ની સગીરાનું અપહરણ કરી અને બળાત્કાર બાબતની ફરિયાદ નોંધાયેલ હતી. જેનો કેસ લીમખેડા કોર્ટમાં ચાલતા જજ બી.કે. પરમાર દ્વારા સરકારી વકીલ શંકરભાઈ ચૌહાણની દલીલો અને પુરાવાના આધારે આરોપીને કસુરવાર ઠેરવતા સજા કરવામાં આવી. દશ દિવસ પહેલા આજ કોર્ટ દ્વારા એક પોક્સો અપહરણ અને બળાત્કારના આરોપીને પણ 50 વર્ષની સજા કરવામાં આવી હતી.

આ સજા ફટકારવાથી સમગ્ર દાહોદ જીલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જેના લીધે ભવિષ્યમાં સગીર બાળાઓ ઉપર આવી ગુનાહિત પ્રવૃતિ રોકવા માટે આવી સજાઓ આવા ગુનેગારોને કરવામાં આવે તો આવા અસામાજિક તત્વો સમાજમાંથી ઓછા થઈ જાય એવું છે. આમ તમામ વાચક મિત્રોને વિનંતી કે દરેક સમાજના દરેક વ્યક્તિ સુધી આ સમાચાર પહોંચે જેથી કરીને આવી અનેક પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિયો અટકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here