ગુજરાત પ્રદેશની સૂચના અનુસાર ખેડૂત માટેની વિવિધ યોજનાઓ અને માર્ગદર્શન આપવા અન્વયે ગુજરાત કિશાન મોરચાના પ્રમુખ બાબુભાઇ જેબલીયાની અધ્યક્ષતામાં દુધિયા હનુમાનજી મંદિરના પ્રાંગણમાં એક કારોબારીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ મંડળના કાર્યકર્તા તથા ખેડૂતો હાજર રહ્યા હતા. જેમાં પ્રમુખ દ્વારા કિશાન કાયદા સુધારણા, સૂર્યોદય યોજના, રામ મંદિર નિર્માણ નિધિ, પેજ પ્રમુખ તથા ખેડૂત લક્ષી વિવિધ યોજના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા સાંસદ જશવંતસિંહ ભાભોર, જિલ્લા મહામંત્રી સ્નેહલ ધરિયા, કિશાન મોરચા મંત્રી ડી.ડી. ચુડાસમા, દાહોદ જિલ્લા કિશાન મોરચા પ્રમુખ રમેશભાઈ ગારી સહીત મોટી સંખ્યામાં ખેડૂતો અને ભાજપ કાર્યકર્તા હાજર રહ્યા હતા.
HomeLimkheda - લીમખેડાલીમખેડા તાલુકાના દુધિયા હનુમાનજી મંદિરના પ્રાગણમાં રાજ્ય કિશાન મોર્ચા પ્રમુખની અધ્યક્ષતામાં કારોબારીની...