લીમખેડા તાલુકાના દુધિયાની જિલ્લા પંચાયત સીટમાં ભાજપનો ભવ્ય વિજય

0
80

THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS

લીમખેડા તાલુકામાં તાલુકા પંચાયતની કુુુલ 24 માંથી 23 સીટો પર ભાજપનો ભગવો લહેરાયો. કોંગ્રેસ તથા બી.ટી.પી.ના સૂપડા સાફ થઈ ગયા છે. જેમાં સાંસદ આદર્શ ગામ દુધિયા જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવાર સરતનભાઈ ચૌહાણ 8938 તથા દુધિયા તાલુકા પંચાયતના ઉમેદવાર કોકિલાબેન ડાંગી 1380 વોટની લીડ થી વિજેતા થતા દુધિયા ગામમાં વિજય સરઘસ અને આતિશબાજી યોજાઈ હતી. લીમખેડા તાલુુકા અને જિલ્લા ભાજપ ઉમેદવારોએ ભાજપ તરફી મતદાન કરી જીતાડવા બદલ મતદારોનો આભાર વ્યકત કર્યો હતો. દુધિયા જિલ્લા પંચાયતમાં આવતી તમામ 6 તાલુકા સીટો પર ભાજપના ઉમેદવારોની જીત થઈ હતી. તથા લીમખેડા તાલુકામાં કોંગ્રેસ પોતાનું ખાતું પણ ખોલાવી શકી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here