વડોદરા શહેરના જી .આઈ. ડીસી વિસ્તાર માં આવેલ સાઈ મંદિર ને તોડવાથી સ્થાનિક લોકો માં આક્રોશ વડોદરા શહેરના ( ફોટો -પ્રજેશ જૈન વડોદરા )

0
498

NewsTok24 – Prajesh Jain _Vadodra

આજે બપોરે વડોદરા ના મકરપુરા જી આઈ ડી સી વિસ્તાર માં આવેલા સાઈ મંદિર ને વડોદરા મહાનગર સેવા સદન દ્વારા તોડી પાડવામાં આવેલ જેના થી સ્થાનિક લોકો માં રોષ જોવા મળ્યો હતો. સ્થાનિક લોકો ના જણાવ્યા અનુસાર વિસ્તાર માં કોઈ નું મૃત્યુ થયું હતું અને બધા જ લોકો સ્મશાન માં હતા તે સમયે સેવા સદન દ્વારા 20 વર્ષ જુનું મંદિર તોડી પાડવામાં આવ્યું હતું. સ્થાનિક આગેવાનો ના જણાવ્યા અનુસાર સેવા સદન દ્વારા કોઈ પણ જાત ની આગોતરી સુચના કે નોટીસ આપવામાં આવી ન હતી. આ મંદિર રસ્તા રેષા આવતું નથી કારણ કે આ મંદિર ની આગળબસ સ્ટેન્ડ અને GEB નું સ્ટેન્ડ છે તો આ મંદિર કોના ઈશારે તોડવામાં આવ્યું ??

મંદિર તૂટ્યા ની જાણ થતા જ સ્થાનિક યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા અને રસ્તો બંદ કરી પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here