Thursday, January 2, 2025
Google search engine
HomeDahod - દાહોદવાહન માલીકો દ્વારા બાકી રોડ ટેક્ષના નાણાં તાત્કાલિક ભરવામાં નહીં આવે તો...

વાહન માલીકો દ્વારા બાકી રોડ ટેક્ષના નાણાં તાત્કાલિક ભરવામાં નહીં આવે તો A.R.T.O. દાહોદ દ્વારા સરકારી રાહે કડક કાર્યવાહી કરવામાં આવશે

સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીની કચેરી, દાહોદ દ્વારા એક યાદીમાં જણાવવામાં આવે છે કે,  એ.આર.ટી. દાહોદના કાર્યક્ષેત્રમાં 4 – કેટેગરી રૂ.૧,૦૦,૦૦૦/- થી વધુ (અંકે રૂપિયા એક લાખથી વધુ) રોડ ટેક્ષ બાકી હોય તેવા મોટરવાહનની તાલુકા વાઇઝ સંખ્યા અનુક્રમે ઝાલોદમાં ૪૫ (પિસતાળીશ), દાહોદમાં ૫૩ (ત્રેપન), લીમખેડામાં ૨૬ (છવ્વીસ), ધાનપુરમાં ૧૦ (દસ), ગરબાડા ૬ (છ), દેવગઢ બારીયામાં ૩૫ (પાત્રીસ), ફતેપુરામાં ૫ (પાંચ) છે. ગુજરાત મોટરવાહન અધિનિયમ- ૧૯૫૮ તેમજ તે અંતર્ગત બનેલા નિયમો મુજબ બાકી રહેલ રોડ ટેક્ષ પર દર માસે ૧.૫% વ્યાજ લેવા પાત્ર થાય છે. ARTO દાહોદ નાં કાર્યક્ષેત્રમાં હોઈ જેમાં મોટરવાહન સ્કેપ થયેલ હોય તેવા (૩૭) તેમજ મોટરવાહન વેચાણ આપેલ હોય તેવા (૧૩) મોટરવાહન છે. જેથી ખાવા મોટરવાહન તેમજ રોડ ટેક્ષ ભરવાનો બાકી હોય તેવા તમામ મોટરવાહન માલિકને બાકી રોડ ટેક્ષ તાત્કાલિક ભરપાઈ કરવા તેમજ રજીસ્ટ્રેશન રદ કે નામફેરની કાર્યવાહી તાત્કાલિક પૂર્ણ કરવા જણાવવામાં આવે છે. આગામી દિવસોમાં બાકી રહેલ મોટર વાહન રોડ ટેક્ષ સંબંધિત મોટરવાહન માલિકની મિલકત ઉપર બોજો નાખવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે જેની તમામ મોટરિંગ પબ્લિકે નોંધ લેવી.

નોંધ: મોબાઈલ ફોનથી પણ રોડ ટેક્ષ ભરી શકાય તેનો ફ્લોચાર્ટ નીચેનો QR Code સ્કેન કરવાથી ઉપલબ્ધ થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments