વિધાનસભાના દંડક રમેશભાઈ કટારાના હસ્તે ફતેપુરાના નીનકા પૂર્વ, ઘુઘસ અને મોટી નાદુકણમાં શાળામાં પ્રવેશોત્સવ યોજાયો

0
19

ગુજરાત રાજ્યની વિધાન સભામાં દંડક રમેશભાઈ કટારાએ પ્રવેશોત્સવના છેલ્લા દિવસે ફતેપુરા તાલુકાની નિંદકા પૂર્વ, ઘુઘસ અને મોટી નાદુકણમા વિદ્યાર્થીઓના પ્રવેશોત્સવ માટે. પ્રાથમિક શાળાઓમાં ઉપસ્થિત રહીને શાળામાં પ્રવેશ કરાવ્યો.

દાહોદ જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના ત્રીજા દિવસે વિધાનસભાના દંડક રમેશભાઇ કટારા ફતેપુરાની નિંદકા પૂર્વ, ઘુઘસ અને મોટી નાદુકણ શાળાઓમાં ઉપસ્થિત રહ્યાં હતા અને બાળકોને તેમના શાળાના પ્રથમ દિવસે પ્રવેશ કરાવ્યો હતો અને બાળકોને શૈક્ષણિક કિટનું વિતરણ કર્યું હતું. દંડક રમેશભાઇ કટારાએ જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના સશક્ત નેતૃત્વમાં ત્રણ દિવસ માટે શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ૧૭ મી શ્રૃખંલા રાજ્યભરમાં ચાલી રહી છે. ત્યારે દાહોદ જિલ્લામાં શાળાઓમાં બાળકનું ૧૦૦ ટકા નામાંકન થાય એ માટે જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં આ કાર્યક્રમ યોજાઇ રહ્યો છે અને જિલ્લાના તમામ પદાધિકારીઓ, અધિકારીઓ જોડાયા છે. બાળકનો એક પ્રોત્સાહક વાતાવરણમાં સ્વાગત કરીને શાળાઓમાં પ્રવેશ અપાઇ રહ્યો છે, ત્યારે શાળામાં બાળકની નિયમિતતા સહિત ની બાબતો ઉપર પણ ધ્યાને લેવાની છે.

તેમણે ઉમેર્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારથી જ કન્યા કેળવણી ઉપર સતત ભાર મૂકતા આવ્યા છે. રાજ્ય સરકાર પણ બાળકોને ગુણવતાપૂર્ણ શિક્ષણ મળી રહે એ માટે સઘન પ્રયાસો કરી રહી છે. ત્યારે શિક્ષકો બાળકોને સારૂ શિક્ષણ આપે તેની મહત્વની જવાબદારી તેમની પાસે છે. બાળકો જ દેશનું ભવિષ્ય છે. તેમના યોગ્ય શિક્ષણ થકી આપણે દેશના જ ઉજળા ભાવિનું નિર્માણ કરીશું. શિક્ષકોની જવાબદારી છે કે બાળકોમાં ઉચ્ચ ચારિત્ર અને સંસ્કારનું સિંચન કરે.

ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઇ કટારા આજે ફતેપુરાની મોટી રેલ પૂર્વ કલસ્ટરની નિંદકા પૂર્વ પ્રાથમિક શાળા, ખૂંટા વર્ગ પ્રાથમિક શાળા, મોટી નાદુકણ પ્રાથમિક શાળા ખાતે ઉપસ્થિત રહ્યાં હતા. તેમણે બાળકોનું મોઢું મીઠું કરાવી, ચોકલેટ, સ્કુલ બેગ, શૈક્ષણિક કીટ વગેરેનું વિતરણ કરી બાળકોને શાળાના પ્રથમ દિવસે શુભેચ્છાઓ આપી હતી.
આ પ્રસંગે ગામના સરપંચ, શાળાના આચાર્ય, વાલ, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here