વિરમગામના મહાત્મા ગાંધી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દિવ્યાંગ સર્ટીફીકેટ કેમ્પ યોજાયો

0
201

VANDANA VASUKIYA -VIRAMGAM

 

– વિરાટ સાર્વજનીક વિકલાંગ ટ્રસ્ટ દ્વારા રેલ્વે પાસ, એસટી બસ પાસ, સાધન સહાય તથા વિકલાંગ પેન્શન યોજના ફોર્મ આપીને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ

– સિવિલ હોસ્પીટલ સોલાના ડોક્ટરોની ટીમ દ્વારા ૧૧૧ દિવ્યાંગ લાભાર્થીઓની તપાસ કરી ૧૦ લાભાર્થીને સર્ટીફીકેટ આપ્યા

તાલુકા હેલ્થ કચેરી વિરમગામ દ્વારા મહાત્મા ગાંધી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દિવ્યાંગ સર્ટીફીકેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કેમ્પમાં સિવિલ હોસ્પિટલ સોલા, અમદાવાદની મેડીકલ ટીમના ઓર્થોપીડીક, ઈ.એન.ટી, આંખ વિભાગ, માનસિક રોગોના નિષ્ણાંત ડોક્ટરો વગેરે હાજર રહ્યા હતા અને કુલ ૧૧૧ દિવ્યાંગ લાભાર્થીઓની તપાસ કરી હતી. જેમાંથી ૧૦ દિવ્યાંગ લાભાર્થીઓને સ્થળ ઉપર જ દિવ્યાંગ સર્ટીફીકેટ આપવામાં આવ્યા હતા. વિરમગામના વિરાટ સાર્વજનીક વિકલાંગ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ લાભાર્થીઓને રેલ્વે પાસ, એસ.ટી.બસ પાસ, સાધન સહાય તથા વિકલાંગ પેન્શન યોજના ફોર્મ આપીને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ અને ફુડ પેકેટ વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ કેમ્પને સફળ બનાવવા સા.આ.કેન્દ્ર વિરમગામ અધિક્ષક ડો.દિવ્યાંગ પટેલ, પ્રા.આ.કેન્દ્ર ગોરૈયાના મેડિકલ ઓફિસર ડો.સંગીતા પટણી, કે.એમ.મકવાણા, નીલકંઠ વાસુકિયા, જયેશ પાવરા, સામાજીક કાર્યકર બીરજુ ગુપ્તા, દિલીપ મહેતા, લાલાભાઇ ઝાલા, હિતેશભાઇ સહિત આરોગ્ય કર્મચારીઓએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી.

તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલાએ જણાવ્યુ હતુ કે તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયોજીત વિકલાંગતા સર્ટીફીકેટ કેમ્પમાં કુલ ૧૧૧ દિવ્યાંગ લાભાર્થીઓની સીવિલ હોસ્પીટલ સોલાથી આવેલ નિષ્ણાંત ડોક્ટરોની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાંથી હલન-ચલનની વિકલાંગતા ધરાવતા ૦૨ લાભાર્થી, દ્રષ્ટી ખામી ધરાવતા ૭ લાભાર્થી, માનસિક વિકલાંગતા ધરાવતા ૧ લાભાર્થી સહિત કુલ ૧૦ લાભાર્થીઓને સ્થળ ઉપર સર્ટીફીકેટ આપવામાં આવ્યા હતા.

વિરમગામ તાલુકા સુપરવાઇઝર કે.એમ મકવાણાએ જણાવ્યુ હતુ કે, દિવ્યાંગ પ્રમાણપત્ર કેમ્પમાં આવેલા લાભાર્થીઓને વિરમગામના વિરાટ સાર્વજનીક વિકલાંગ ટ્રસ્ટ દ્વારા રેલ્વે પાસ, એસટી બસ પાસ, સાધન સહાય તથા વિકલાંગ પેન્શન યોજના ફોર્મ આપીને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ અને ફુડ પેકેટ વિતરણ કરવામાં આવ્યુ હતુ. ટાઉન ક્લબ ઓફ વિરમગામ દ્વારા પણ સહયોગ આપવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here