વિરમગામમાં નીકળનાર રથયાત્રાના આયોજન માટે નાયબ કલેક્ટરની અધ્યક્ષતામા શાંતિ સમિતિની બેઠક યોજાઈ

0
44

THIS NEWS SPONSORED BY –– RAHUL HONDA 

  • વિરમગામમાં આગામી 4 જુલાઈ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથજીની 37મી ભવ્ય રથયાત્રાની તૈયારીઓ શરૂ

અમદાવાદ જિલ્લાના વિરમગામમાં આવેલા ઐતિહાસિક રામ મહેલ મંદિરેથી અષાઢી બીજના પાવન દિવસે રથયાત્રા નીકળનાર છે જેના આયોજનના ભાગરૂપે વિરમગામ તાલુકા સેવા સદન ખાતે નાયબ કલેકટરની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. વિરમગામમાં આગામી 4 જુલાઇએ નિકળનાર ભગવાન જગન્નાથજીની 37 મી ભવ્ય રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રથયાત્રાના આયોજન માટે મળેલી શાંતિ સમિતિની બેઠકમાં રામ મંદિરના મહંત, રથયાત્રા સમિતિના સભ્યો, પૂર્વ ધારાસભ્ય, કાઉન્સિલર, વિવિધ સામાજિક આગેવાનો, વિવિધ સરકારી વિભાગના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં રથયાત્રા આયોજન, રોડ મેપ, સ્વચ્છતા, શાંતિ સલામતિ, કાયદો અને વ્યવસ્થા સહીતના મુદ્દાઓની ચર્ચા કરવા આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here