વિરમગામ નજીક પ્રખ્યાત પક્ષી અભયારણ્ય નળસરોવરમાં પક્ષીઓના શિકારનું વધુ એક કૌભાંડ સામે આવ્યું

0
201

 

 

 

અમદાવાદ જિલ્લાના વિરમગામ નજીક પ્રખ્યાત પક્ષી અભયારણ્ય નળસરોવરમાં પક્ષીઓના શિકારનું વધુ એક  કૌભાંડ સામે આવ્યું. વન વિભાગની ટીમે વધુ એક વ્યક્તિની ધરપકડ કરી, 4 ફરાર, 3 બાઇક જપ્ત કરાયા. 40 પક્ષીઓ આરોપી પાસેથી મળી આવ્યા હતા તથા 27 મૃત પક્ષી અને 13 જીવિત પક્ષીઓ મળ્યા. અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના નળકાંઠામા પથરાયેલી પ્રખ્યાત પક્ષી અભયારણ્ય નળસરોવર એ વિદેશી પક્ષીઓનુ સ્વર્ગ ગણાય છે. દર વર્ષે અહી હજારોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ મહેમાન બને છે. પરંતુ બીજીબાજુ અસામાજીક શિકારી તત્વો પણ અહીં વિદેશી પક્ષીઓ ને પોતાની શિકાર ની જાળ મા ફસાવી ને મોતને ઘાટ ઉતારે છે.અનેક વખત વનવિભાગ દ્વારા આવા અસામાજિક તત્ત્વોને ઝડપાયા છે. વઘુ એક વાર નળસરોવરમા RFO ભાવેશ પટેલને મળેલ બાતમીના આધારે કરનીદાન ગઢવી ફોરેસ્ટ ગાર્ડ વીપુલ બાવલીયા અને રણજીત કથવાડીયા સહિત ની ટીમના સભ્યોને સાથે રાખીને પક્ષીઓના શિકારનું વધુ કૌભાંડ સામે લાવ્યા છે.
વન વિભાગની ટીમે વધુ એક વ્યક્તિની ધરપકડ કરી, 4 ફરાર
3 બાઇક જપ્ત કરાયા. 40 પક્ષીઓ આરોપી પાસેથી મળી આવ્યા. 27 મૃત પક્ષી અને 13 જીવિત પક્ષીઓ મળ્યા.છે જેમા 5 થી વઘુ શિકારી હોય વોચ રખાઇ હતી. જેમા એક આરોપી શિકારી ઓઘાભાઇ હકાભાઈ રહે.શાહપુર વિરમગામ ના ઝડપી તેની પાસેથી 3 બાઇક અને કુલ 40 પક્ષીઓ સાથે જેમા 27 મૃત અને 13 જીવિત પક્ષીઓ મળી આવ્યા હતા. અન્ય આરોપી 4 શિકારી ભાગવામાં સફળ થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here