વિરમગામ વિઘાનસભા વિસ્તારના વિઠ્ઠલાપુર ખાતે ભાજપના ઉમેદવાર ડો.તેજશ્રીબેન પટેલના સમર્થનમા કેન્દ્રીય કેબીનેટ મંત્રી પુરુષોતમ રૂપાલાએ વિશાળ સભા યોજી

0
83
PIYUSH GAJJAR – VIRAMGAM
આજ રોજ અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના વિઠ્ઠલાપુર ચાર રસ્તા પાસે ૩૯-વિરમગામ વિધાનસભાના ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર ડૉ. તેજશ્રીબેન પટેલના જનસમર્થ માટે જાહેર સભા યોજાઈ હતી જેમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા ઉપસ્થિતિમાં કૉંગ્રેસમાંથી ૨૦ જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા હતા.અને  કેન્દ્રીય કેબિનેટ મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલાએ કોંગ્રેસ પર આક્રરા પ્રહાર કર્યા હતા.જાહેર સભામાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા, પૂર્વ સાંસદ નટુજી ઠાકોર, ભાજપ પ્રવકતા વરુણ પટેલ, પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ સુરેશ પટેલ, દેત્રોજ, વિરમગામ, માંડલ તાલુકાના પ્રમુખો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.
વઘુમાં વિરમગામ તાલુકા પંચાયત કોગ્રેસના  5 સભ્યો  ભાજપમાં જોડાયા હતા. જેઓના નામ આ પ્રમાણે છે. : (૧)  પ્રમોદભાઇ પટેલ, (૨) ખેંગારભાઇ ખોડાભાઇ પરમાર, (૩) ચંપાબેન કાશીરામભાઇ ઠાકોર (૪) રસુબેન દયારામભાઇ પઢાર,  (૫) અરૂણાબેન અંકિતભાઇ પટેલ અને (૬)  ઠાકોર સમાજ અગ્રણી સવજીભાઈ ઠાકોર દસલાણા ઠાકોર સમાજના અગ્રણી ભાજપમાં જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here