વિરમગામ શહેરમાં ભાજપ યુવામોર્ચાની બેઠક યોજાઇ જેમાં મહીલા અને લઘુમતી મોર્ચાના હોદ્દેદારોની નીમણૂંક કરાઇ

0
101

piyush-gajjar-viramgam

logo-newstok-272-150x53(1)

PIYUSH GAJJAR – VIRAMGAM

ગાંઘીનગર ખાતે યોજાનાર કાર્યક્રમને લઇને આજ રોજ વિરમગામ શહેરના આરામગૃહ ખાતે ભાજપના તાલુકાનાં યુવા મોર્ચાના કાર્યક્રરોની બેઠક યોજાઇ હતી. આ બેઠકની સાથે સાથે મહીલા મોર્ચા તેમજ લઘુમતી મોર્ચાના હોદ્દેદારોની નીમણૂંક કરાઇ હતી. જેમાં વિરમગામ તાલુકા મહીલા મોર્ચાના પ્રમુખ તરીકે માઘવીબેન પટેલ તેમજ મહામંત્રી તરીકે સુભાબેન પટેલની નીમણૂંક કરાઇ તેમજ લઘુમતી મોર્ચાના તાલુકા ના પ્રમુખ તરીકે ઉસ્માનભાઇ કાલીયા તેમજ મહામંત્રી તરીકે હબીબભાઇ કાલીયાની નિમણૂંક કરાઇ હતી. આ બેઠકમા જિલ્લા યુવા મોર્ચાના પ્રમુખ દિગ્વીજયસિંહ વાઘેલા, ઉપપ્રમુખ ભરતભાઈ ડોડીયા, જીગ્નેશભાઇ, કીરીટભાઈ ગોહેલ યુવા મોર્ચાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here