વીજ કર્મીઓના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા 1 July થી માસ C. L. ઉપર જશે

0
43

મધ્ય ગુજરાત વીજ કંપનીના ઇજનેર, ટેકનિકલ અને નોન ટેકનિકલ કર્મચારીઓના પ્રશ્નનું નિરાકરણ ન આવતાં GEBIA અને AGVKS દ્વારા તા.૦૧/૦૭/૨૦૨૦ એ માસ C. L. નું એલાન કર્યું છે. જી.ઇ.બી. એન્જીનિયર્સ એસોસિએશન અને અખિલ ગુજરાત કામદાર  સંગઠન તરફથી

તા.૧૦/૦૬/૨૦૨૦ ને બુધવારના રોજ PGVCL ના એમ.ડી.ને સંબોધીને આંદોલનની નોટિસ આપી હતી. જેમાં લોકડાઉન દરમિયાન દાહોદ અને અન્ય જિલ્લામાં ફસાઈ ગયેલા કેટલાક વિજ કર્મીઓ ફરજ પર હાજર ન થઈ શકતા તેવા કર્મચારીઓને E. L. કે પગાર કપાતની રજા મૂકવા માટે સૂચના આપવામાં આવી. અને તેને લઇને વિવાદ ઊભો થયો હતો. તેવી જ રીતે ત્રણ-ત્રણ વર્ષથી ભરતીની પ્રક્રિયા બંધ છે, ત્યારે નિવૃત્ત અને મૃતક સહિત ૬૦૦ થી વધુ કર્મચારીઓને નોટિસ આપવામાં આવતા તેના પણ ઘેરા પ્રત્યાઘાત પડયા છે. તેવી જ રીતે સેફ્ટીના સાધનો પણ નિયમિત રીતે આપવામાં નથી આવી રહ્યા તેમ છતાં કર્મચારીઓને દંડ કરવામાં આવતા વધુ હોબાળો મચી ગયો હતો. આ બાબતોને લઈને તારીખ 1 July (જુલાઈ) ના રોજ માસ C. L. નું એલાન જી.ઇ.બી. એન્જીનિયર્સ એસોસિએશન અને અખિલ ગુજરાત કામદાર સંગઠન તરફથી તરફથી આપવામાં આવ્યું છે. જો કે ગુજરાત વિદ્યુત ટેકનિકલ કર્મચારી મંડળે આ માસ C.L. માં નહીં જોડાવાનો પણ હાલમાં નિર્ણય લીધો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here