દાહોદ જિલ્લાના સંજેલી અને ફતેપુુરા તાલુકાની વિધાનસભા ના વિવિધ ગામડાઓમા ભાજપની સરકાર દ્વારા તબક્કાવાર વિકાસના કામો થઇ રહ્યા છે, ત્યારે ₹. ૩૫ કરોડના ખર્ચે તૈયાર થનારા વિવિધ ગામોના કુલ ૨૧ રસ્તાઓ અને પુલના બાંધકામ ના ખાતમુહૂર્તના કાર્યક્રમ માર્ગ અને મકાન વિભાગના સર્વાંગિંણ સાથે વિકાસની યાત્રાનો પ્રારંભ કર્યો હતો.
આ પ્રસંગે સંજેલી તાલુકાના જશુણી, ઢેડીયા, કાનજીખેડી તથા સંજેલી ખાતેના મંજુર થયલા રસ્તાઓનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ આજે તા.૧૨/૦૧/૨૦૨૧ ને સોમવારના રોજ યોજાયો હતો. જેમાં દાહોદ સાંસદ જશવંત સિંહ ભાભોર, ફતેપુરા ધારાસભ્ય રમેશભાઈ કટારા, કૈલાસબેન પરમાર, રુચિતાબેન રાજ, ભાજપના આગેવાન કાર્યકરો તેમજ સંજેલી તાલુકાના પદાઅધિકારીઓની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. જશુણી ખાતે મેઇન રોડ થી સરકારી દવાખાના તરફ જતો રોડ, જશુણી થી ડોળીલીમડી તરફના રસ્તાનું કામ, કાન્જી ખેડી કડવાના પડ, ઢેડીયાં સીમાડાને જોડતો રોડ તેમજ ચિબોટા નદી ઉપર પુલનું કામ તેમજ સંજેલી નગર ના અંદાજિત ₹. ૨ કરોડના ખર્ચે તૈયાર થનાર વિવિધ રસ્તાઓ પેકી સંજેલી મામલતદાર કચેરી, બસ સ્ટેશન, કણબી ફળિયા, દરબાર ગઢ, ચાલી ફળિયા, પ્રજાપતિ ફળિયા, હરિજનવાસના રસ્તા જેેવા વિવિધ વિકાસના કામોને લઇ સંજેલી તાલુકા રસ્તાઓના ખાતમુહૂર્તનો કાર્યક્રમ સાંસદ જશવંતસિંહ ભાભોર ના વરદ્દ હસ્તે યોજાયો હતો, ફતેપુરા ધારાસભ્ય રમેશભાઈ કટારા તેમજ સાંસદ ભાભોરે સંજેલીને આર્ટસ કોલેજ અને સાયન્સ કોલેજનો લાભ મળે તે માટે પણ સરકારશ્રીમાં પ્રયાસો ચાલુ છે તેવી હૈયાધારણા આપી હતી.