દાહોદ જિલ્લાના સંજેલી તાલુકના મુખ્ય મથક સંજેલીમાં આજે તા.૨૫/૦૬/૨૦૨૦ને ગુરુવારના રોજ જિલ્લા આરોગ્ય અધિકારી તથા એપેડેમિક મીડીકલ ઓફિસર અને એસ્યુરન્સ મેડિકલ ઓફિસર દાહોદ તથા તાલુકાના આરોગ્ય અધિકારી અને સંજેલી પોલીસ સ્ટાફ તેમજ જિલ્લા તમાકુ નિયંત્રણ સ્ટાફ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જુદી જુદી દુકાનોમાં જાહેરમાં તમાકુ બનાવટની વિમલ જેવી ચીજવસ્તુઓ જાહેરમાં લટકાવી વેચાણ કરતા લોકો પાસેથી ₹.૨૩,૪૦૦/- જેટલી રકમનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. સમગ્ર સંજેલી નગરમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરાતા નાના મોટા દુકાનદારો માં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો.
