Thursday, December 26, 2024
Google search engine
HomeSanjeli - સંજેલીસંજેલી તાલુકામાં ચુટણી પ્રચારનો પ્રારંભ થતા યોજાઈ મિટિંગ

સંજેલી તાલુકામાં ચુટણી પ્રચારનો પ્રારંભ થતા યોજાઈ મિટિંગ

દાહોદ જિલ્લા પંચાયત તથા સંજેલી તાલુકા પંચાયત ની 28મી ફેેેબ્રુઆરી 2021 ને રવિવારના રોજ યોજાનારી ચૂંટણીને લઈને  ઉમેદવારોએ સંજેલી તાલુકામાં ચુટણી પ્રચારનો પ્રારંભ કરી દીધો છે. ચુટણી પ્રચારમાં ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ કટારા તથા જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલિયારની અધ્યક્ષતામાં ૧૯ – હિરોલા જિલ્લા પંચાયત સીટની અંદર આવતી આઠ તાલુકા પંચાયત સીટના ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે  વિવિધ સ્થળો ઉપર ચુટણી લક્ષી બેઠકો યોજવામાં આવી રહી છે. આજે તા.૨૩/૦૨/૨૦૨૧ ને મંગળવારના રોજ મોલી, અણીકા, ઢેંડ઼ીયા, નેનકી, ઝુંસા, માંડલી, પીછોડા, ચમારીયા વિસ્તારમાં   ભાજપની ચુટણી પ્રચારનો પ્રારંભ થયો છે. ૧૬ – ઝુંસાની સંજેલી તાલુકા પંચાયતની બેઠક પર પહેલી જ વાર  22 વર્ષ ના નવ યુવાનને ભાજપમાંથી પસંદગી કરવામાં આવતા મહેંદીપ મહેન્દ્રભાઈ પલાસ ને આજે યોજાયેલી ચુટણી પ્રચારની મિટિંગમાં સારો આવકાર મળ્યો હતો. સંજેલી તાલુકામાં શરૂ થયેલી પ્રચાર બેઠકમાં સંજેલી તાલુકા ભાજપાના જશુભાઈ બામણીયા, પ્રફુલભાઈ રાઠોડ, મહેન્દ્રભાઈ પલાસ, રમેશભાઇ તાવીયાડ, જગ્ગુ બાપુ, રુચીતાબેન રાજ તથા સંજેલીના હોદેદારો, આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments