THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદમાં જેઓ વેપાર ધંધા કરી રહ્યાં છે અને ૪૫ કે તેથી વધુ વયના છે તે તમામ લોકોને કોરોનાની રસી સત્વરે લઇ લેવા દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ અપીલ કરી છે.
રાજયમાં આગામી તા. ૧ એપ્રીલ, ૨૦૨૧ થી ૪૫ થી વધુ વયજુથના તમામ લોકોના કોવીડ વેક્સિનેશનની શરૂઆત થવાની છે, ત્યારે દાહોદ જિલ્લામાં પણ તા. ૧ એપ્રીલથી આ વય જુથના તમામ લોકો કોરોનાની રસી લઇ શકશે, આ માટે કોમોર્બીડના હોવાના પ્રમાણપત્રની કોઇ જરૂરત નથી તેમ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, આવતી કાલ તા. ૧ એપ્રીલ, ૨૦૨૧ થી ૪૫ થી ૫૯ વયજુથના તમામ લોકોને કોવીડ રસીકરણની શરૂઆત થઇ રહી છે. ખાસ કરીને ૪૫ કે તેથી વધુ વયના વ્યક્તિઓને આ માટે અગાઉ કોમોર્બીડ હોવાના સર્ટીફીકેટની જરૂર પડતી હતી. તે સર્ટીફીકેટ હવે જરૂરી નથી. આ વયજુથના તમામ લોકો કોરોનાની રસીનો લાભ લઇ શકશે. દાહોદ જિલ્લામાં જયાં રસીકરણ કરવામાં આવી રહ્યું છે, દાહોદની ઝાયડસ હોસ્પીટલ કે પબ્લીક હેલ્થ સેન્ટર કે સબસેન્ટર જે નક્કી કરવામાં આવશે ત્યાં રસીકરણની શરૂઆત કરવામાં આવશે. આ માટે કોવીડના પોર્ટલ પર રજીસ્ટ્રેશન પણ આગામી ૧ એપ્રીલથી શરૂ કરવામાં આવશે. માટે આ વયજુથના તમામ લોકોએ ઝડપથી કોરોનાની રસીનો લાભ લેવો જોઇએ.
THIS NEWS IS POWERED BY –– SHRI KRISHNA SWEETS
અત્યારે દાહોદમાં રસીકરણ ઝુંબેશ ચાલી રહી છે ત્યારે દાહોદ જિલ્લામાં જેમનાં કેસો વધુ આવી રહ્યાં છે, અને જે સુપર સ્પ્રેડર કેટેગરીમાં આવે છે. કે જેેેઓ મેડીકલ સ્ટોર ચલાવે છે, શાકભાજીની દુકાન, ઓટોરીક્ષા ચલાવતા, કરીયાણાંની દુકાન, કાપડ કે જવેલર્સની દુકાન કે બેન્ક, ટપાલ ખાતું કે અન્ય કોઇ પણ સરકારી ઓફિસોમાં કામ કરી રહ્યાં છે. તેમાંથી ઘણાં લોકો પોઝિટિવ આવે છે અને કોરોના થવાની મોટી શકયતા છે તે તમામ લોકો જેમની ઉંમર ૪૫ કે તેથી વધુ હોય તેઓ સત્વરે આ રસીકરણનો લાભ લઇ લે.